જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના આપવામાં આવેલ છે.
જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં રહેતા ફરજાનાબેન હાજીભાઇ ઠેબા ગામેતી (ઉ.વ. ૩૨ રહે. દોલતપરા, કસ્તૂરબા સોસાયટી, જૂનાગઢ) કે જેણે તેની દીકરી સાનીયા (ઉ.વ. ૧૩)ના રૂપિયા પોતાના પિતા હાજીભાઇ નૂરમહંમદભાઈ ઠેબા ગામેતી (ઉ.વ. ૫૯ રહે સુખનાથ ચોક, જમાલવાડી, જૂનાગઢ)ના ખાતામાં મુકેલ હતા. પોતાની દીકરીને ભવિષ્યમાં કામ લાગે અને કોઈ જરૂરિયાત પડે તો પોતાના પિતાના નામે રૂપિયા મુક્યા હોય તો સલામતી રહે તેવા હેતુથી પોતાના પિતાના નામે મુક્યા હતા. પરંતુ પિતા હાજીભાઈ ઠેબાની દાનત બગડતા રૂપિયા બેન્કમાંથી ઉપાડી લીધા હતા અને પરત આપવાની ના પાડતા હતા જેથી ફરજાનાબેન દ્વારા પોતાની દીકરી સાનિયાના રૂા. ૯૭,૦૦૦ પરત અપાવવા અંગેની વિનંતી જૂનાગઢ શહેર એ ડિવિઝનના ઇન્ચાર્જ પીઆઇ વી.કે.ઉંજીયાને કરવામાં આવી હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ વી.કે.ઉંજીયા, પીએસઆઇ જે.એચ. કછોટ તથા સ્ટાફના સમીરભાઈ, મોહસીનભાઈ, જીલુભાઈ, વિક્રમભાઈ, વનરાજસિંહ, અનકભાઈ, સહિતની ટીમ દ્વારા પીડિત મહિલાના પિતા હાજીભાઈ ઠેબાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બોલાવી રૂપિયા પરત આપવા જણાવતા, પહેલા તો તેણે ગલ્લા તલ્લા કર્યા હતા. પરંતુ પોલીસ દ્વારા આગવી ઢબે રૂપિયા અત્યારે જ તાત્કાલિક પરત આપવા જણાવતા પિતા હાજીભાઈ ઠેબા દ્વારા તાત્કાલિક રૂપિયા લાવી, પોલીસ સ્ટેશન ખાતે જ પોતાની દીકરીના રૂા. ૯૭,૦૦૦ પરત કરવામાં આવેલ હતા. પોતાના પિતા દ્વારા જ પોતાની રૂપિયા નહીં આપતા વ્યથિત મહિલાએ પોલીસે પોતાના કુટુંબી જેવી સહિષ્ણુતાભરી કાર્યવાહીથી પોતાના હકકના રૂપિયા પરત અપાવતા મહિલા અને તેના કુટુંબીજનો ભાવવિભોર થઈને જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા પીડિત મહિલાની મદદ કરી પોતાના પિતા ઉપર કાર્યવાહી કરી, પોતાની એક લાખ રૂપિયા જેટલી માતબર રકમ પરત અપાવતા, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews