જૂનાગઢ : ઈ-ગુજકોપ પ્રજેકટ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને ઈ-કોપ એવોર્ડ એનાયત

0

ગુજરાત પોલીસમાં ઇ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેકટ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને દર માસે ઇ-કોપ એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે જેમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લા તથા બ્રાન્ચમાંથી સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓની દરખાસ્ત મંગાવી, કમિટી દ્વારા વિજેતાઓના નામ નક્કી કરી, ઇ-કોપ એવોર્ડ એનાયત કરી, ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાના હસ્તે સન્માન કરી, સન્માન પત્ર પણ એનાયત કરવામાં આવે છે. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર અને જૂનાગઢ જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પણ જૂનાગઢ જિલ્લામાં ઇ- ગુજકોપ પ્રોજેકટ અન્વયે સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની દરખાસ્ત ડીજીપી કચેરી ખાતે મોકલવામાં આવી હતી. જે પૈકી જૂનાગઢ જિલ્લા પોલીસ ટીમના જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ આર.કે.ગોહિલ તથા વાયરલેસ પીએસઆઇ પી.એચ. મશરૂની ઇ-કોપ એવોર્ડ ડિસેમ્બર ૨૦૨૦ માટે પસંદગી કરવામાં આવેલ છે. ત્રણેય પોલીસ અધિકારીઓ ડીજીપી કચેરી ખાતે એક સાદા સમારંભમાં ગુજરાતના પોલીસ વડા ડીજીપી આશિષ ભાટિયાના હસ્તે ઇ-કોપ એવોર્ડ સ્મૃતિ ચિન્હ અને સન્માન પત્ર એનાયત કરાયેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ ટીમના જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ આર.કે.ગોહિલ તથા વાયરલેસ પીએસઆઇ પી.એચ. મશરૂની ઇ-કોપ એવોર્ડ ડિસેમ્બર ૨૦૨૦ માટે પસંદગીને કરવામાં આવતા, પોલીસ અધિકારીઓને જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પણ અભિનંદન આપવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!