જૂનાગઢ પોલીસ તંત્રમાં સરાહનીય કામગીરી કરનાર અધિકારી, કર્મચારીઓનું સન્માન કરાયું

0

જૂનાગઢ શહેરના ગણતંત્ર દિવસની પરેડમાં જૂનાગઢ જિલ્લા પોલીસ તંત્રમાં સરાહનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા પોલીસ સ્ટાફનું સન્માન કરવામાં આવેલ હતું. જૂનાગઢમાં પીટીસી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગણતંત્ર દિવસની પરેડ અને સમારંભ યોજાયેલ હતો જેમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર સૌરભ પારધીના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું. આ સમારંભમાં જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલોસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની હાજરીમાં જૂનાગઢ જિલ્લા પોલીસમાં ઉત્કૃષ્ટ સરાહનીય કામગીરી કરનાર ૧૧ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓનું સન્માન કરવામાં આવેલ હતું અને તમામ ૧૧ જેટલા સન્માનીય પોલીસ અધિકારી તથા કર્મચારીઓને પ્રસંશા પત્ર આપી, સન્માનવામાં આવેલ હતા. સતત ત્રણ જેટલી પ્રજાસત્તાક પર્વ અને ગણતંત્ર પર્વની પરેડમાં પરેડ કમાન્ડર તરીકે નેતૃત્વ કરનાર ડીવાયએસપી મિહિરકુમાર ડી.બારીયા, તાજેતરમાં હથિયારોનો જથ્થો પકડી પાડનાર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના (૧) એચ.આઇ.ભાટી, પીઆઈ, એસ.ઓ.જી., જૂનાગઢ, (૨) જે.એમ.વાળા, પીએસઆઈ, એસ.ઓ.જી., જૂનાગઢ, (૩) હેડ કોન્સ્ટેબલ સામતભાઈ કેશુરભાઈ બારૈયા, એસ.ઓ.જી., જૂનાગઢ, (૪) હેડ કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ ચાપરાજભાઇ વાંક, એસ.ઓ.જી., જૂનાગઢ, (૫) એએસઆઇ મહેન્દ્રભાઈ વાલાભાઈ કુવાડિયા, એસ.ઓ.જી., જૂનાગઢ ઉપરાંત ગુન્હાઓના ઉત્કૃષ્ટ ડિટેક્શનની કામગીરી કરનાર ક્રાઇમ બ્રાન્ચ તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના (૧) ડી.જી. બડવા, પીએસઆઈ., ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ, (૨) પોલીસ કોન્સ્ટેબલ સાહિલ હુસૈનભાઈ સમાં, ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ, (૩) પોલીસ કોન્સ્ટેબલ ડાયાભાઈ કાનાભાઈ કરમટા, ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ, (૪) પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ બનેસિહ ચુડાસમા, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, જૂનાગઢ, (૫) પોલીસ કોન્સ્ટેબલ અનકભાઈ ભીખુભાઇ બોઘરા, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, જૂનાગઢનું પણ સન્માન કરાયું હતું. જૂનગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા રાષ્ટ્રીય પર્વ નિમિત્તે પોલિસ અધિકારીઓ તથા પોલીસ સ્ટાફની કામગીરીની કદર કરી, સન્માન કરી, પ્રોત્સાહન આપી, પોલીસનું મોરલ ઊંચું લાવવા કરવામાં આવેલ પ્રયાસની સરાહના થઈ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!