જૂનાગઢ : અજમાયશી નાયબ પોલીસ અધિક્ષકને રેગ્યુલર નાયબ પોલીસ અધિક્ષક તરીકે બહુમાન સાથે નિમણુંક આપાઈ

0

જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી પોતાના તાંબાના પોલીસ અધિકારીને મળેલ રેગ્યુલર પોસ્ટિંગ અંગે જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, બિરદાવાયા હતા. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા અજમાયશી નાયબ પોલીસ અધિક્ષકને રેગ્યુલર નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણુંક આપાઈ હતી જેમાં જૂનાગઢ જિલ્લાના દોઢ-બે વર્ષથી ફરજ બજાવતા અને હાલ માંગરોળ ડિવિઝનના ઇન્ચાર્જ ડીવાયએસપી એવા અજમાયશી નાયબ પોલીસ અધિક્ષક મિહિરકુમાર ડી.બારીયાને રેગ્યુલર નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા મરીન, ગાંધીનગર ખાતે નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણુંક અપાઈ હતી. આ અધિકારીને રેગ્યુલર નિમણુંક મળતા તેમને પીટીસી પરેડ ગ્રાઉન્ડ ખાતે ગણતંત્ર દિવસની પરેડ સમયે પોલીસ ટ્રેનિંગ કોલેજના ડીઆઈજી આર.વી.પાંડોર તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ગણતંત્ર પરેડ પહેલા જ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, આર.વી.ડામોર, સહિતના પોલીસ અધિકારીઓની હાજરીમાં જાહેરમાં પોતાની જાતે સોલ્ડર ઉપર રેગ્યુલર નાયબ પોલીસ અધિક્ષકના હોદ્દાના ત્રણ સ્ટાર ટાઇટલ સોલ્ડર ઉપર લગાડી, બહુમાન કરીને, નિમણુંકનો હુકમ અપાયો હતો. આ પ્રકારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા બહુમાન કરીને જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, બહુમાન આપવામાં આવે એવા કિસ્સાઓ જવલ્લે જ જાેવા મળે છે. ઉચ્ચ અધિકારી અને જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા નવી જગ્યાએ નિમણુંક અંગે શુભકામના પાઠવતા પોલીસ ખાતામાં કુટુંબ ભાવના અને ટીમ ભાવના ઉજાગર થઈ હતી. રેગ્યુલર નિમણુંક મેળવનાર જૂનાગઢ જિલ્લાના અજમાયશી ડીવાયએસપી મિહિરકુમાર ડી.બારીયા દ્વારા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી તથા જિલ્લાના અધિકારીઓનો આભાર વ્યક્ત કરાયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!