Tuesday, March 9

ઈણાંજમાં ટેબ્લોનું નિદર્શન યોજાયું : શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનીત કરાયા

ગીર સોમનાથ જિલ્લાકક્ષાના ૭૨માં પ્રજાસતાક પર્વની ઈણાંજ ખાતે જિલ્લા સેવા સદન કચેરીના પટાંગણમાં ઉજવણી થઇ હતી. જેમાં પ્રવાસન મંત્રી જવાહર ચાવડાના હસ્તે ઘ્વજવંદન કરાયું હતું. આ ઉજવણીમાં સવારે ૯ વાગ્યે ધ્વજવંદન, રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી મંત્રી જવાહર ચાવડાની સાથે ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશ અને જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ પરેડનું નિરીક્ષણ કર્યા બાદ ખુલ્લી જીપમાં માર્ચ પાસ્ટનું નિરીક્ષણ અને ટેબ્લો નિદર્શન કર્યું હતું. આ તકે મંત્રી જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું કે, આજે ૭૨ માં પ્રજાસત્તાક દિનની સમગ્ર દેશમાં આન, બાન અને સાન સાથે ઉજવણી થઈ રહી છે. ભારતની આઝાદી માટે શહીદોએ પ્રાણની આહુતી આપી સ્વતંત્ર ભારતના નિર્માણમાં સહભાગી થયા હતા. દિલ્હીથી લઈને દેશના ખુણે ખુણે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી છે. આ ઉજવણીમાં તમામ કચેરીઓ દ્વારા ટેબ્લોનું નિદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ નંબરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બીજા નંબરે આરોગ્ય વિભાગ અને ત્રીજા નંબરે જિલ્લા પુરવઠા વિભાગના ટેબ્લોની પસંદગી થઇ હતી. મહિલા પોલીસ કર્મચારીના પ્લાટુનની પ્રથમ નંબરે પસંદગી થઈ હતી. શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને મંત્રીના હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનીત કરાયા હતા. આ તકે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ ઉજવણીમાં ડીડીઓ ધર્મેન્દ્રસિંહ રહેવર, અધિક કલેકટર પ્રજાપતિ, નાયબ કલેકટર ભાવનાબા ઝાલા, પુરવઠા અધિકારી સુશીલ પરમાર, પ્રાંત અધિકારી સર્યું ઝણકાંત, ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર સહિતના મહાનુભાવો હાજર રહયા હતા. આ ઉપરાંત વેરાવળમાં ભાજપ કાર્યાલયએ શહેર પ્રમુખ દેવા ધારેચા સહિતના આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં અને નગપાલિકા કચેરી ખાતે ચીફ ઓફીસર જતીન મહેતા સહિત નગરપાલીકાના કર્મચારીઓએે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!