જૂનાગઢમાં વૈભવ-ગાંધી ચોક પાસે સ્ટાર કોમ્પલેક્ષના પ્રથમ માળે ડો.શ્યામ વી. માકડીયાની ચામડીના રોગો તથા કોસ્મેટીક સારવારની હોસ્પીટલ આવેલી છે. ગત
તા. ર૮ જાન્યુઆરી ર૦૧૮ના રોજ હોસ્પીટલનો શુભારંભ થયેલ અને સફળતા પૂર્વક ત્રણ વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં પ્રવેશ કરેલ હોય એ નિમિત્તે
તા.૩૧ જાન્યુઆરી ર૦ર૧ના સવારે ૯ થી બપોરે ૧ સુધી હોસ્પીટલ ખાતે ફ્રી કેમ્પનું આયોજન કરાયું છે જેમાં દરેક કોસ્મેટીક ટ્રીટમેન્ટમાં રપ ટકા ડીસ્કાઉન્ટ અપાશે. દર્દીઓએ વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવવા અને અપોઈન્ટમેન્ટ (મો.નં.૯૩ર૭પ ૮૦૪૬પ) લેવી જરૂરી છે. ડો.શ્યામ માકડીયાની શિલ્પન હોસ્પીટલ ખાતે દાદર, ખરજવુ, ખીલ, સફેદ ડાઘ, ખસ, સોરીયાસીસ, ગુમડા, કખવા જેવા ચામડીના રોગોની સારવાર ઉપલબ્ધ છે. હોસ્પીટલ ખાતે કેમીકલ પીલીંગથી ખીલ તથા ખીલના ડાઘ દુર કરવા તેમજ બેક શાઈનીંગ, ઈન્સટન્ટ ગ્લો પીલ, લેસરથી ટેટુ દુર કરવાની, અણગમતા વાળને દુર કરવાની સારવાર તેમજ પીઆરપી ટ્રીટમેન્ટ/સ્ટીમ સેલ થેરાપીથી વાળની વૃધ્ધી માટે તેમજ ખરતા વાળ રોકવા માટે તેમજ કરચલીઓ દુર કરવા માટે, સ્ટ્રેચ માર્કસની સારવાર ઉપલબ્ધ છે. આ ઉપરાંત લેસર ટ્રીટમેન્ટથી ફોટો ફેસીયલ, ફેસીયલ ગ્લો માટે, આંખના કુંડાળા માટે, બ્રાઈડલ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે. ડો.શ્યામ માકડીયા (એમડી. ડીવીએલ, સ્કીન) ચામડી, ગુપ્ત રોગ અને કોસ્મેટોલોજીના નિષ્ણાંત તબીબ છે. તેઓએ એમડીનો અભ્યાસ રાજકોટ સીવીલ હોસ્પીટલમાંથી કરેલ છે. ચામડીના જટીલ રોગો ધરાવતા દર્દીઓને આધુનિક સારવારથી નવુ જીવન આપેલ છે. લેસર અને પંચગ્રાફટીંગ જેવી સર્જરીથી સફેદ ડાઘ જેવા અસાધ્ય રોગને પણ મટાડી શકાય છે તેમ ડો.શ્યામ માકડીયાએ જણાવ્યું હતું. તેમજ ચામડીના રોગોની સારવાર સાથે આધુનિક કોસ્મેટીક સારવારનો પણ સમન્વય કરેલ છે તેમ તેઓએ વધુમાં જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews