જૂનાગઢમાં ગઈકાલે બિલખા રોડ ઉપર કેન્દ્રીય વિદ્યાલય જવાનાં રસ્તા ઉપર બનેલા એક બનાવ અંગે વિજયભાઈ ધીરૂભાઈ ઉ.વ.ર૩ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ (બીટ ગાર્ડ) રહે. ફોરેસ્ટ કોલોની કવાર્ટર સરદાબાગ વાળાએ કુમાર ઉર્ફે ઘુઘો જીતુભાઈ કોડીયાતર તેમજ જીતુભાઈ કોડીયાતર રહે. રાજીવનગર વાળા વિરૂધ્ધ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી તથા સાહેદો પોતાની ફરજમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જાહેર રસ્તા ઉપર સિંહે એક ગાયનું મારણ કરેલ હોય જે જગ્યાએ રોડ ઉપર ટ્રાફીક જામ થયો હોય અને માણસો ખૂબ ભેગા થયા જેથી ફરીયાદી તથા સાહેદોએ લોકોને ત્યાંથી હટી જવા સમજાવતા હતા તે વખતે કુમાર ઉર્ફે ઘુઘો જીતુભાઈએ ફરીયાદી તથા સાહેદની ફરજમાં રૂકાવટ કરી બિભત્સ શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તેમજ આરોપી નં.૧ અને નં.ર એ પોતાના વાહનોમાં ઘાસ ડેપોએ આવી ફરીયાદી સાથે ઝઘડો કરી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવતા સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં હે.કો. ડી.બી. ભીંટ દ્વારા આ બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews