જૂનાગઢનાં બલીયાવાડ ગામેથી રૂા. ર.૬૯ લાખનાં મુદામાલ સાથે ૭ જુગારીઓ ઝડપાયા

0

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પો.હે.કો. કે.ડી. રાઠોડ અને સ્ટાફે બલીયાવાડ ગામે જુગાર અંગે રેડ પાડતાં દીલીપભાઈ વાંક, ઓસમાણભાઈ કોરેજા, વિરજીભાઈ મકવાણા, આમદભાઈ હાલેપોત્રા, અશોકભાઈ ઘેટીયા, ગોરધનભાઈ ડઢાણીયા, અને જીણાભાઈ ઉર્ફે હેમરાજભાઈ અમૃતીયાને રોકડ રૂા. ૪૧૧ર૦, મોટરસાયકલ-૩, ફોરવ્હીલ કાર-૧ મળી કુલ રૂા. ર૬૯૧ર૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
વરલીભકત ઝડપાયો
જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં પો.કો. સાહીલભાઈ હુસેનભાઈ અને સ્ટાફે જૂનાગઢનાં ઝાલારોપા રોડ, ફીલીપ્સ હોટલ સામેથી વરલીનાં આંકડા રમતા વાજીદ ઉર્ફે વાજલો દોકડીયાને રોકડ રૂા. ર૩૩૦૦ અને મોબાઈલ ફોન મળી કુલ રૂા. ર૮૩૦૦ સાથે ઝડપી લીધેલ છે. જયારે નાસી જનાર આરીફ ખોજાને ઝડપવા પોલીસે ચક્રો ગતીમાન કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!