એચડીએફસી બેંક તથા ઈલેકટ્રોનીકસ અને આઈટી બાબતોના કેન્દ્રીય મંત્રાલય (Meity) હેઠળના સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ (CSC SPV) સીએસસી ઈ-ગવર્નેન્સ સર્વિસીઝ ઈન્ડિયા લી.એ સંયુકતપણે સીએસસી એચડીએફસી બેંકના સમગ્ર દેશના બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ્સ માટે ઈએમઆઈ એકત્રીકરણ સેવાની જાહેરાત કરી હતી. તેનાથી ગ્રાહકો માટે ચુકવણીઓ કરવાનું ઘણું સગમ બની જશે, ગ્રાહકો હવે પોતાના બાકી નાણાં જમાં કરાવવા માટે તેમની નજીક આવેલા સીએસસીની મુલાકાત લઈ શકશે. સીએસસી-એચડીએફસી બેંકના કોરસ્પોન્ડેન્ટ્સ અથવા તો વિલેજ લેવલ આંત્રપ્રેન્યોર (વીએલઈ), સીસ્ટમમાં રહેલ ચુકવવા પાત્ર રકમનો ક્રોસ ચેક કરવા ગ્રાહકના લોન ખાતાને તેમના નોંધણી પામેલ ફોન નંબર સાથે મેચ કરશે. ત્યારબાદ વીએલઈ એકત્રીત કરવામાં આવેલ રકમની રસીદ અપાશે અને આ રકમને બેંકમાં નિયત ફોર્મમાં જમાં કરાવશે.
સીએસસી સાથેની એચડીએફસી બેંકની સહભાગીદારી બેંકીંગ અને નાણાંકીય સેવાઓને બેંકના ૧લાખ વીએલઈના સક્ષમ નેટવર્ક મારફત દેશના અંતરીયાળ વિસ્તારોમાં વસ્તા લોકોના ઘરઆંગણા સુધી લઈ જશે. આ વીએલઈને એચડીએફસી બેંકના બ્રાન્ચ ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કનું સમર્થન પ્રાપ્ત થશે જે ૩૦થી વધુ રાજયમાં ફેલાયેલું છે. આ સગવડ ભારતના ગ્રામ્ય વિસ્તારમાં વસ્તા લાખો લોકોને બેંકીંગની ઔપચારીક સુવિધાઓ સુધીની પહોંચ પુરી પાડશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews