વેરાવળમાંથી ગૌવંશ કતલ અને દારૂ જેવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા ત્રણ શખ્સોની પોલીસે પાસા હેઠળ અટકાયત કરી જુદી-જુદી જેલોમાં ધકેલવાની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીના લીધે અસામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયેલ છે.
આ અંગે સીટી પીઆઇ ડી.ડી. પરમારે માહિતી આપતા જણાવેલ કે, વેરાવળમાં ખારવાવાડમાં રહેતો ધર્મેશ ઉર્ફે ધમો પ્રેમજી પરમાર દારૂની અસામાજીક પ્રવૃત્તિમાં સંડોવાયેલો રહેતો હોય તેની સામે ત્રણેક ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત બાગેરહેમત કોલોનીમાં રહેતો સુફીયાન ઉર્ફે અમીર આરીફ મલેક ગૌવંશ કતલ જેવી અસામાજીક પ્રવૃત્તિ આચરતો હોય તેની સામે પશુ સંરક્ષણ અધિનિયમની કલમો હેઠળ છ ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા છે. જયારે અજમેરી કોલોનીમાં રહેતો ઇબ્રાહીમ નુરમહમદ પઠાણ સામે રાયોટીંગનો એક ગુનો તથા ગૌવંશ પશુ સંરક્ષણ અધિનીયમની કલમો હેઠળ બે ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. આથી અસામાજીક પ્રવૃત્તિઓ આચરતા ત્રણેય શખ્સો સામે સીટી પોલીસે પાસા દરખાસ્ત તૈયાર કરી ગીર સોમનાથ જીલ્લા પોલીસવડા રાહુલ ત્રીપાઠી મારફત ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજય પ્રકાશને મોકલાવેલ હતી. આ ત્રણે દરખાસ્ત મંજુર કરાતા ધર્મેશને ભુજની જેલ, સુફીયાનને સુરતની જેલ અને ઇબ્રાહીમને અમદાવાદની સેન્ટ્રલ જેલ ખાતે ધકેલવા તજવીજ હાથ ધરી છે. પાસામાં ધકેલાયેલ ત્રણેય શખ્સોને સીટી પોલીસના પીએસઆઇ એચ.બી. મુસાર સહિતના સ્ટાફે ઝડપી લીધા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews