સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે આવેલી ધામળેજ બંદર પ્રાથમિક શાળા ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને શિક્ષકોને અને ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું. ગણતંત્ર દિવસ નિમિત્તે સાથે સાથ વૃક્ષો વાવીને એક સંદેશો લોકોને જાગૃત કરવામાં આવ્યો હતો. આજની જે સમસ્યા છે તે પર્યાવરણ જાળવણી કરે અને પર્યાવરણને પહોંચતા નુકશાનને અટકાવવાનો પ્રયત્ન કરવો જાેઈએ. ત્યારે ધામળેજ બંદરની પ્રાથમિક શાળામાં ગણતંત્ર દિવસ નિમિત્તેની સાથે શિક્ષક દ્વારા તથા આચાર્ય જેસીંગભાઇ ઝાલા, ગામના સરપંચ ઓઘડભાઈ વાળા, ઉપસરપંચ રતિલાલભાઈ ફુલબારીયા, તાલુકા પંચાયતના સદસ્ય શામજીભાઈ વંશ, દક્ષાબેન પાંજરી, કોળી સમાજના પટેલ પાલાભાઇ સેવરા, બંદરના આગેવાન ભાયદાસભાઈ ઓલવાણી દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ હતું. જે વૃક્ષો વાવીને પર્યાવરણ સુરક્ષાની પણ કામગીરી કરે છે ત્યારે સમાજ માટે પણ પ્રેરણાદાયી બને છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews