જૂનાગઢનો વધુ એક શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

0

ગાંધીગ્રામ વિસ્તારના પ્રોહી બુટલેગર જયેશ ઉર્ફે એભા મેરૂભાઇ ચાવડા રબારી ઉ.વ.રર રહે. જૂનાગઢ, ગીરનાર દરવાજા, ચામુંડા મંદિર પાસે, ઢોર ઉપર પાસે વાળા વિરૂધ્ધ તા.ર૭-૦૧-ર૦ર૧ના રોજ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ હતું. જે પાસા વોરન્ટ ઇસ્યુ થયા બાદ ત્વરીત પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચના ઇચા. પો. ઇન્સ. એચ.આઇ. ભાટીના માર્ગદર્શન હેઠળ પો. સબ. ઇન્સ. ડી.જી. બડવા તથા પો. સ્ટાફ વોચ તપાસમાં હતા દરમ્યાન હકિકત મળેલ કે સદર પાસા વોરન્ટનો આરોપી જિલ્લા કોર્ટ રોડ, વિસ્તાર પાસે ઉભો હોય જે હકિકત આધારે હાજર મળી આવતા હસ્તગત કરી હતી. સેન્ટ્રલ જેલ, લાજપોર સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે. ક્રાઇમ બ્રાન્ચના ઇચા. પોલીસ ઇન્સ્પેકટર એચ.આઇ.ભાટી તથા એ-ડીવીજન પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.જી. ચૌધરી તથા પોલીસ સબ ઈન્સ્પેકટર ડી.જી. બડવા તથા વી.કે. ઉંજીયા ઇચા.પો.ઇન્સ. એ-ડીવીજન પો.સ્ટે. તથા પો.હેડકોન્સ. નિકુલ પટેલ, જીતેષ મારૂ, પો.કોન્સ. દેવશીભાઇ નંદાણીયા, વુ.પો.કોન્સ. રાજેશ્રી દિવરાણીયા, એ-ડીવીજન પો.સ્ટે.ના મોહસીનભાઇ અબડા તથા વિક્રમસિંહ ઉંજીયા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!