સોમનાથ સાંનિધ્યે ભાલકાતીર્થના પટાંગણમાં ભાજપ સમર્પીત આહીર સમાજનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં પદાધિકારીઓના સન્માનની સાથે અગ્રણીઓએ સોમનાથ ભૂમિ ઉપરથી ચુંટણીનું રણશીંગુ ફુંકી આગામી સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં ભાજપ તરફી મતદાન માટે આહવાન કર્યુ હતુ. આહીર સમાજના સૂચક સન્માન સમારોહથી કોંગ્રેસમાં સન્નાટા સાથે ગીર સોમનાથ જીલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ સમારોહમાં જીલ્લાભરમાંથી મોટી સંખ્યામાં આહીર સમાજના લોકો ઉપસ્થિત રહયા હતા. તાજેતરમાં ભાજપ પાર્ટીમાં પ્રદેશ અને જીલ્લાઓના નવા હોદેદારોની ટીમો જાહેર કરી છે. જેમાં અુમક જીલ્લાઓમાં આહીર સમાજના મોભીઓની મહત્વના સ્થાાને વરણી કરી છે. જેને લઇ સોમનાથમાં આહીર સમાજના ઇષ્ટદેવ શ્રી કૃષ્ણના ભાલકેશ્વર મંદિરના પટાંગણમાં ભાજપ સમર્પીત જીલ્લા આહીર સમાજ દ્વારા મોભીઓને સન્માન કરવાનો સમારોહ યોજાયો હતો. જેમાં આહીર સમાજના પ્રદેશ મંત્રી રઘુભાઈ આહીર, ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ ડાંગર, દ્વારકા જીલ્લા પ્રમુખ ખીમાભાઇ જાેગલ, અમરેલીના મહામંત્રી પીઠાભાઇ નકુમ, જૂનાગઢના મહામંત્રી હિરેનભાઈ સોલંકી ઉપરાંત અન્ય સમાજના સ્થાનીક અગ્રણીઓ એવા પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય એવા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જીલ્લા પ્રમુખ માનસિંગભાઈ પરમાર, મહામંત્રી
ડો. વઘાસીયા, સરમણભાઇ સોલંકી, વજુભાઇ વાજા સહિતના મહાનુભાવોનું મોમેન્ટો આપી અદકેરૂ સન્માન કરાયુ હતુ. આ કાર્યક્રમમાં કેબીનેટ બેઠકના કારણે ગેરહાજર રહેલા સોરઠનું પ્રતિનિધિત્વ કરતા મંત્રી જવાહરભાઇ ચાવડા અને રાજકોટના નાગદાનભાઈ ચાવડાએ શુભેચ્છા સંદેશ મોકલ્યા હતા.
આ સમારોહ આગેવાનોના ઉદબોધન ઉપરથી ચુંટણી સભામાં પલટાયો હતો. જેમાં આહીર સમાજના આગેવાન રાજશીભાઇ જાેટવા સહિતના આગેવાનોએ પોતાના ઉદબોધનમાં જણાવેલ કે, ભાજપ પાર્ટીમાં કાર્યકર્તાએ કરેલ પરીશ્રમની કદર હંમેશા થતી રહી છે. જેનો દાખલો તાજેતરમાં દ્વારકા જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે સમાજના જાેગલભાઇની વરણી છે. ભાજપ પક્ષે આહીર સમાજના મોભીઓની મહત્વના સ્થાન ઉપર નિમણુંક કરી જવાબદારી સોંપી છે. જેની નોંધ સમાજે રાખી આગામી દિવસોમાં તેનું ઋણ ચુકવવા જવાબદારી વહન કરતા આગેવાનોની આંગળીના ટેરવે ચાલવાની આહીર સમાજના લોકોને વિશેષ જવાબદારી બની જાય છે. આ વાતને આહીર સમાજના સન્માનીત આગેવાનોએ દોહરાવી આગામી સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં ભાજપ તરફે મતદાન માટે આહવાન કર્યુ હતું. આ તકે પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રવક્તા ભરતભાઈ ડાંગર અને પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલે જણાવેલ કે આહીર સમાજની મોટી ખાસીયત છે કે આશરો તો આહીર સમાજ નો… ત્યારે આશરે આવનાર માટે દિકરાનું બલિદાન આપનાર આહીર સમાજ માટે મત તો સામાન્ય બાબત છે. દેવભૂમિ દ્વારકા જીલ્લાના નવનિયુક્ત પ્રમુખ ખીમાભાઈ જાેગલ, જૂનાગઢ જિલ્લા મહામંત્રી હિરેનભાઈ સોલંકી, અમરેલી જિલ્લાના મહામંત્રી પીઠાભાઇ નકુમ, સહિતના નવનિયુક્ત હોદ્દેદારોએ આહીર સમાજને પ્રાસંગીક ઉદબોધનમાં ભાજપ દ્વારા આહીર સમાજની સૂચક નોંધ સાથે સંગઠનમાં પણ નોંધપાત્ર જવાબદારીઓ આપી છે ત્યારે આહીર સમાજની પણ વિશેષ જવાબદારી બની જાય છે તેવું જણાવેલ હતું.
સમારોહમાં ગત ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં આહિર સમાજની અવગણના ભાજપને ભારે પડી હોવાનો પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય એવા સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જાહેર મંચ ઉપરથી એકરાર કરતા જણાવેલ કે, નવા સંગઠનમાં આહીર સમાજને નોંધપાત્ર પ્રતિનિધિત્વ આપી ભાજપે ભૂલ સુધારી છે. આજનો આહીર સમાજનો આ ભવ્ય કાર્યક્રમ દરેક સમાજને એક સંદેશારૂપ બન્યો છે. સામાજીક જીવનમાં ઉપયોગી લોકોને જવાબદારીઓ મળે છે ત્યારે તેમના ઉત્સાહમાં વધારો કરવા માટે કોઈપણ સમાજના હોય એનું ચોક્કસ પણે સન્માન થવું જાેઈએ. એ આજે આહીર સમાજે સંદેશો આપ્યો છે. જ્યારે જ્યારે શ્રી કૃષ્ણએ યુધ્ધ માટે શંખ વગાડયો છે ત્યારે ત્યારે હંમેશા વિજય તરફ જ વગાડ્યો છે. આજે ભાલકા તીર્થની પવિત્ર ભૂમિ ઉપરથી આહીર સમાજે જીલ્લા, તાલુકા પંચાયતની ચૂંટણી માહાસંગ્રામનો શંખનાદ કરી દીધો છે ત્યારે આગામી ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થવાનો નક્કી છે.
ભાલકા તીર્થની પવિત્ર ભૂમિ ઉપર આહીર સમાજના ભવ્ય સમારોહમાં સુરતથી અગ્રણી જેઠાભાઈ વાઢેર, ઉપરાંત જિલ્લાના મુખ્ય આગેવાનો ડાયાભાઇ જાલોંધરા, એભાભાઈ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહનું આયોજન આહીર સમાજના આગેવાન પૂર્વ બીજ નિગમ ચેરમેન રાજશીભાઇ જાેટવા, ભાલપરાના સરપંચ વિક્રમભાઇ પટાટની આગેવાનીમાં બાદલભાઈ હુંબલ, જેસાભાઇ રામ, પ્રો. જીવાભાઇ વાળા, વેજાણંદભાઇ વાળા, ભાલકેશ્વર પુનમ સમિતિના લાલજીભાઇ વાળા, સંજયભાઇ વાળા સહિતના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews