જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુત્તમ તાપમાનનો પારો ઉપર-નીચે જવા છતાં પણ ઠંડીનો માહોલ યથાવત છે. આજે રાજ્યમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલીયામાં ૪.૩, ગિરનાર પર્વત ઉપર ૪.૬, ગાંધીનગર ૬.૮, કેશોદ ૮.૩, અમરેલી, ૯.૮, જૂનાગઢ ૯.૯ અને રાજકોટમાં લઘુત્તમ તાપમાન ૧૧.૧ ડિગ્રી રહ્યું હતું. સૌરાષ્ટ્રમાં હાલ ગુલાબી ઠંડીનો માહોલ છે. ઠંડા પવનને કારણે ન્યુનત્તમ તાપમાન ૯.૬ ડિગ્રી સેલ્શિયસ સુધી જતું રહ્યું હતું. જ્યારે મહત્તમ તાપમાન પણ ૨૭ ડિગ્રીની નજીક રહે છે. જાે કે આગામી ૩ દિવસમાં ઠંડીમાં ફરી ઘટાડો આવશે તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. જે રીતે ઠંડી પડી રહી છે તેવી જ સ્થિતિ ૩૧ તારીખ સુધી રહેશે. ૧ ફેબ્રુઆરીથી તાપમાનમાં વધારો થશે અને મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી સુધી જઇ શકે છે. દરમ્યાન જૂનાગઢ ખાતે ગઇકાલે લઘુત્તમ તાપમાન ૩.૬ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે તાપમાનનો પારો ઉપર ચડીને ૯.૯ ડિગ્રીએ સ્થિર થયો હતો. આમ ૨૪ કલાકમાં ૨.૩ ડિગ્રી ઠંડી ઘટતા લોકોને ઠંડીમાં થોડી ઘણી રાહત મળી હતી. ગિરનાર પર્વત ખાતે આજનું તાપમાન ૪.૯ ડિગ્રી રહ્યું હતું. જાે કે સવારના ગાઢ ધુમ્મસને લઇને ગિરનાર જંગલ અને પર્વત વિસ્તારમાં કાતિલ ઠાર રહ્યો હતો. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૦ ટકા રહ્યંુ હતું અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૬.૬ કિમીની રહી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews