જૂનાગઢ ખાતે તા. ૭ માર્ચનાં રોજ બ્રહ્મચોર્યાસી અને વિશાળ મહિલા સંમેલનનું આયોજન

0

જૂનાગઢ ખાતે ૭ માર્ચ ર૦ર૧નાં રોજ બ્રહ્મચોર્યાસી અને મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં દેશ-વિદેશના બ્રાહ્મણ મહાનુભાવો સાથે ફીલ્મ સ્ટારની વિશેષ ઊપસ્થિતી રહેશે. આ તકે ૮૪ પેટાજ્ઞાતીનાં લોકો એકમંચ ઉપર એકત્રિત થશે. લવ જેહાદ સામે કડક કાનુનનાં એજન્ડા સહીત ૧૦ હજાર મહિલાને રોજગારી માટે સશક્ત બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે તાલુકા અને જીલ્લા કક્ષાએ બ્રહ્મસમાજ દ્વારા મીટીંગનો દોર શરૂ થયો છે. આ આયોજન અંતર્ગત અમદાવાદથી થોડે દુર ફેકટરી બનાવાશે જેમાં ગૃહ ઉદ્યોગની પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવશે. આ ફેકટરીમાં બ્રહ્મસમાજની મહિલાઓને કોઈપણ જાતના રોકાણ વગર કામ અપાશે. ફેશન બ્યુટી, મહેંદી ફીટનેસ, કુકીંગ જેવા ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસ ચલાવી મહિલાઓને પ્રશિક્ષણ અપાશે. ૨૦૨૨ સુધીમાં ૧૦ હજાર મહિલાઓને વ્યવસાય સાથે સાંકળી સશક્ત કરાશે. ‘બ્રાહ્મણની દિકરી બ્રાહ્મણમાં જ’ આ સુત્રને સાર્થક કરવા એક લાખ મહિલાઓ પ્રતિજ્ઞા લેશે. આ સંમેલનને સફળ બનાવવા અલગ-અલગ કમીટીનું નિર્માણ કરાયું છે. બ્રહ્મસમાજના ૧૦૮ બીઝનેસમેનને એવોર્ડ, મીડીયાનાં ૧૦૮ લોકોને ગૌરવ પુરસ્કાર અપાશે તેમજ દેશ-વિદેશમાં નામ રોશન કરનાર ૧૦૮ મહિલાનું સન્માન કરાશે. સંમેલનને સફળ બનાવવા પેટાજ્ઞાતીની તમામ કારોબારી કાર્યરત છે. દુર્ગાસેના અને બ્રહ્મસેનાના અગ્રણીઓ ગુજરાતભરમા પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. મહિલાઓ પોતાના શહેર અને પોતાની પેટાજ્ઞાતીમાં મીટીંગ યોજી જૂનાગઢ પહોંચવા આયોજન કરી રહી છે. આ સંમેલનમાં હિન્દીભાષી બ્રાહ્મણને પણ જાેડવામાં આવશે. આ તકે સરકારી અધિકારીઓ, તબીબો, એડવોકેટ અને પ્રોફેશનલ્સને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. ગુજરાત રાજયમાં ૭૫ લાખ અને જૂનાગઢ જીલ્લામાં ચાર લાખ જેટલી બ્રાહ્મણની વસ્તી છે. બહ્મ સમાજની ૧૦ હજાર મહિલાને કામ આપ્યા બાદ અન્ય જ્ઞાતીની મહિલાને પણ દુર્ગાસેનામાં જાેડવાનો વિચાર કરાઈ રહ્યો છે. દુર્ગાસેના માત્ર મહિલાઓનુ સંગઠન છે અને બ્રહ્મસેના-યુવા બ્રહ્મસેના સહયોગી સંસ્થા છે. જૂનાગઢનાં તમામ પરિવાર પોતાના સગા-વ્હાલા, કુટુંબીજનને પોસ્ટકાર્ડ લખી નિમંત્રણ આપશે. આગામી તા. ૭-ર-ર૦ર૧ ના રોજ જુનાગઢ ખાતે દુર્ગાસેના કાર્યાલયનું ઉદ્‌ઘાટન કરાશે અને દુર્ગાસેનાની રાજ્ય કક્ષાની કમીટીની રચના ૭ ફેબુઆરી સુધીમાં કરી દેવાશે જેમાં ગુજરાતની ૧૦૮ મહિલાને સ્થાન અપાશે. સામાજીક, રાજકીય અને ઔદ્યોગીક ક્ષેત્રમાં નામના ધરાવતી મહિલાઓને પ્રદેશ કમીટીમા સ્થાન અપાશે. પ્રદેશ ટીમમાં સામેલ થયેલી ૧૦૮ મહિલાઓને બ્રહ્મસમાજની દસ હજાર મહિલાઓને સશક્ત કરવાની કામગીરી સોંપવામાં આવશે. પોતાના તાલુકામાં કાર્યાલય બનાવી કાર્ય કરી શકે તેવી મહિલાઓને તાલુકા લેવલની ડીલરશીપ અપાશે. દુર્ગાસેના આયોજીત સંમેલનને સફળ બનાવવા સમાજના તમામ સંગઠનોને જાહેર અનુરોધ કરવામાં આવેલ છે. આ અંગેની વધુ વિગત માટે ભાવેશ રાજ્યગુરૂ (સ્થાપક-દુર્ગાસેના) ૯૬૬૨૩ ૪૭૫૧૨નો સંપર્ક કરવા જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!