સુરત ખાતે મોબાઇલ ટુ સ્પોર્ટ્સ અને કલામહાકુંભ રાજ્યકક્ષા ૨૦૨૧ હળવું હાર્મોનિયમ વાદન સ્પર્ધા યોજાઈ હતી જેમાં ઉનાની મૃગનયની કમલેશભાઈ મહેતા ટોપ ટેન અને ત્યારબાદ ટોપ પાંચમાં વિજેતા થતાં તેને રૂા. ૫,૦૦૦ અને પ્રમાણપત્રથી સન્માનિત કરાશે. રમત ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ-ગાંધીનગર ગુજરાત દ્વારા આયોજિત પ્રથમ બે કલામહાકુંભમાં ગિટારવાદનમાં સતત બે વર્ષ પ્રથમ નંબરે આવ્યા બાદ ચાલુ વર્ષે ગુજરાતમાં ટોપ ટેનમાં પણ સ્થાન મેળવ્યું છે. તેમજ સંકલ્પ ઈન્ટર નેશનલ સ્કૂલ, નિકોલ -અમદાવાદમાં પણ સમગ્ર ગુજરાતમાં હળવું હાર્મોનિયમ વાદનમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. તાજેતરમાં ૨૬ જાન્યુઆરીના રોજ ઉનાનાં ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને તેમજ એસડીએમ શ્રી રાવળનાં હસ્તે તેણીનું સન્માન કરાયું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews