ગુજરાતમાં મગફળીની સરકારી ખરીદી પૂર્ણ : ચાર લાખ મેટ્રીક ટન ઓછો સ્ટોક મળ્યો, ખરીદીમાં નાગરિક પુરવઠા નિગમને મોળો પ્રતિસાદ સાંપડ્યો

0

ગુજરાત સરકારે ગત ઓકટોબર માસમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો પ્રારંભ કર્યો હતો જે ૨૩ જાન્યુઆરીના રોજ સત્તાવાર રીતે પૂર્ણ જાહેર કરી દેવામાં આવી છે. જાે કે, ચાલુ સિઝનના અંત સુધીમાં સરકારે કુલ ૨,૦૨,૬૨૨ મે.ટન ખરીદી કરી છે, આગલા વર્ષ કરતા ત્રીજા ભાગની જ ખરીદી થઇ છે. પાછલા વર્ષમાં સરકારે ૬ લાખ ટન ખરીદી કરી હતી તે રીતે જાેતા નાગરિક પુરવઠા નિગમને મોળો પ્રતિસાદ સાંપડ્યો છે. જાે કે, ખૂલ્લા બજારમાં સારાં ભાવ મળવાને લીધે સરકારી નાણાનું ખર્ચ ઘટી ગયું છે. ચાલુ વર્ષે સરકારે પ્રતિ મણ રૂા. ૧૦૫૫ના ભાવે ખરીદી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયમાં મગફળી ખરીદવાની જવાબદારી નાગરિક પુરવઠા નિગમને સોંપવામાં આવી હતી. પુરવઠા નિગમ દ્વારા સારી વ્યવસ્થા તેમ જ શિસ્તબધ્ધ રીતે કામ કરવામાં આવ્યું હોવા છતાં ખૂલ્લા બજારમાં મગફળીના ભાવ ટેકા કરતા ઊંચા રહેતા મળતર રહી નથી. ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ દ્વારા મગફળીની ખરીદીના સમયગાળા દરમ્યાન કુલ થઇને ૪,૬૯,૯૯૨ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. જાેકે મગફળી વેચવા માટે આવેલા ખરેખર ખેડૂતોની સંખ્યા ૧,૦૯,૬૪૯ હતી. વિભાગ દ્વારા ૪,૭૬,૪૭૭ જેટલા ખેડૂતોને એસએમએસ મોકલવામાં આવ્યા હતો. રાજયના કુલ-૧,૦૫,૮૨૮ ખેડૂતો પાસેથી રાજય સરકાર દ્વારા કુલ ૨,૦૨,૬૨૨ મે.ટન મગફળીની ખરીદી કરવામાં આવી હતી જેના પેટે રૂા. ૧૦૬૯ કરોડની ચુકવણી કરવામાં આવી છે જે ૯૬ ટકા સુધીની ચૂકવણી થઇ ગઇ હોવાનું દર્શાવે છે. વધુ મળતી વિગતો અનુસાર સરકાર દ્વારા રૂા.૧૨૮ કરોડની ડાંગરની ખરીદી કરવામાં આવી છે અને રૂા.૧૦૪ કરોડનું ચૂકવણું ખેડૂતોને કરવામાં આવેલું છે. સરકાર દ્વારા તમામ રકમ ખેડૂતોના ખાતામાં સીધી જ જમા કરાવવામાં આવી છે. ચાલુ વર્ષે ખૂલ્લા બજારમાં મગફળીનો ભાવ મણે રૂા. ૧૦૦૦-૧૨૦૦ સુધી મળ્યો છે. ચાલુ વર્ષે ચીનમાં તેલની નિકાસ ખૂબ સારી પેઠે થવાને લીધે ખેડૂતોને મગફળીનો ઊંચો ભાવ પ્રાપ્ત થયો છે. અલબત્ત હવે ચીનની માંગમાં ઘટાડો થયો છે. બીજી તરફ ઊંચા ભાવને લીધે ઉનાળુ વાવેતરને ફાયદો થયો છે. આ વર્ષે પાણીની સગવડ અને ઊંચા ભાવને લીધે ઉનાળુ વાવેતર ટોચ ઉપર પહોંચે તેવી પૂરતી શકયતા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!