કેશોદ તાલુકાનાં કાલવાણી ગામે વાડીની ઓરડીમાં જુગાર દરોડો, ૪ મહિલા સહિત ૧૦ ઝડપાયા

0

કેશોદ તાલુકાનાં કાલવાણી ગામે આવેલ કાળી સીમ વિસ્તારમાં એક વાડીની ઓરડીમાં જુગાર ચાલતો હોવાની ચોક્કસ બાતમીનાં આધારે ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢની ટીમે જુગાર અંગે દરોડો પાડતા ૪ મહિલા સહિત ૧૦ની અટકાયત કરી છે અને ૯૪,૦૩૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલ વિગત અનુસાર જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સૂચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશન/જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની સૂચના અન્વયે ક્રાઈમ બ્રાંચ ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર એચ.આઈ. ભાટી તથા પોલીસ સબ ઈન્સપેકટર ડી.જી. બડવા તથા પોલીસ સ્ટાફ સતત પ્રયત્નશીલ હોય દરમ્યાન પોલીસ સબ ઈન્સપેકટર ડી.જી. બડવાને જૂનાગઢ પોલીસ કન્ટ્રોલ રૂમ તરફથી ટેલીફોનીક વર્ધી મળેલ કે, કેશોદ ગામે રહેતો જાદવભાઈ મનજીભાઈ મારૂ સગર પોતાની કબ્જા ભોગવટાની કાલવાણી ગામની કાળી સીમ વિસ્તારમાં આવેલ વાડીએ ઓરડીમાં બહારથી સ્ત્રી, પુરૂષો બોલાવી ગંજીપતાનાં પાના વડે પૈસાની હારજીત કરી તીન પતીનો જુગાર રમી રમાડી પોતાનાં આર્થિક ફાયદા સારૂ નાલનાં પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે ટેલીફોનીક વર્ધી આધારે પોલીસ સ્ટાફ સાથે રેઈડ કરતા જુગાર રમતા સ્ત્રી-પુરૂષો સહિત કુલ-૧૦ ઈસમોને પકડી પાડી રોકડા રૂા.ર૭,ર૩૦ તથા નાલના રૂા.૧,૩૦૦ તથા મોબાઈલ ફોન નંગ-૬ રૂા.રપ,પ૦૦ તથા મોટરસાઈકલ-ર રૂા.૪૦,૦૦૦ મળી કુલ રૂા.૯૪,૦૩૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. આ જુગાર દરોડોમાં પકડાયેલાઓમાં જાદવભાઈ માનજીભાઈ(ઉ.વ.૪૮), અશ્વિનભાઈ લખમણભાઈ મક્કા મૈયા દરબાર(ઉ.વ.૩૦), ચંદ્રકાન્તભાઈ શામજીભાઈ હદવાણી પટેલ(ઉ.વ.૭ર), જીતુભાઈ ટપુભાઈ મુછાળ રબારી(ઉ.વ.ર૦), નરેશભાઈ અરજણભાઈ સોંદરવા અનુજાતી(ઉ.વ.ર૯), ભરતભાઈ નારણભાઈ નાનેરા સગર(ઉ.વ.૩૦), વનીતાબેન વા.ઓ. લલીતભાઈ જેઠાભાઈ ગોહેલ અનુજાતી(ઉ.વ.૩પ), નયનાબેન ગીગાભાઈ કુવાડીયા આહિર(ઉ.વ.૪પ), રૂપીબેન લખુભાઈ દાસા મેર(ઉ.વ.પ૦), મંજુબેન જાદવભાઈ મારૂ સગર(ઉ.વ.૪ર) વગેરેને ઝડપી લેવામાં આવેલ છે. આ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચનાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર એચ.આઈ. ભાટી, પોલીસ સબ ઈન્સપેકટર ડી.જી. બડવા, પોલીસ હેડકોન્સટેબલ એસ.એ.બેલીમ, પોલીસ કોન્સટેબલ દિપકભાઈ બડવા, દેવશીભાઈ નંદાણીયા, ભરતભાઈ સોનારા, ભરતભાઈ ઓડેદરા, મહિલા એલઆઈડી વીંણાબેન હરેશભાઈ નાગાણી વિગેરેએ સાથે રહી કામગીરી કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!