સમગ્ર ગુજરાતમાં ટાઢોડું, ફુંકાતા ઠંડા પવનોથી જનજીવન પ્રભાવિ

0

ગુજરાત રાજ્યમાં હાડ થીજવતી કાતિલ ઠંડીનો જાેરદાર રાઉન્ડ ચાલી રહ્યો છે. અનેક સ્થળોએ લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીની નજીક પહોંચતા સમગ્ર પ્રકૃતિ ઠંડીથી થરથરી ઊઠી છે. ઠંડા પવનો ફૂંકાતા લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ઠંડીના કારણે લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડી રહ્યા છે. જ્યારે હજી પણ બેથી ત્રણ દિવસ ઠંડીમાં કોઈ રાહત મળે તેવું દેખાતું નથી. જ્યારે નલિયામાં લઘુતમ તાપમાન ૪.૩ ડિગ્રી નોંધાતા નલિયાવાસીઓ ધ્રૂજી ઊઠ્યા હતા. કચ્છમાં હજુ પણ બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી કાતિલ ઠંડીનો દોર જામ્યો છે. ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાને પગલે રાજ્યમાં ઠંડા પવનોના જાેરદાર આક્રમણ સાથે હાડ થીજવતી ઠંડી પડી રહી છે જેના કારણે લોકો ત્રસ્ત થઈ ઊઠ્યા છે. જાે કે, ગુરૂવારની તુલનામાં શુક્રવારે લઘુતમ તાપમાનમાં સામાન્ય વધારો થયો હતો, તેમ છતાં ઠંડીમાં કોઈ રાહત મળી નથી. ઠંડીના કારણે વહેલી સવારે અને મોડી સાંજે રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે. લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જ્યારે લોકો દિવસે પણ ગરમ વસ્ત્રોમાં
નજરે પડ્યા હતા, તો ઘરવિહોણા અને ફૂટપાથ ઉપર રહેનારા લોકો તેમજ પશુ-પક્ષીઓની સ્થિતિ કફોડી બની છે. જ્યારે હજુ પણ બે-ત્રણ દિવસ ઠંડીનો ચમકારો યથાવત્‌ રહેશે, તેવી આગાહી કરવામાં આવી છે. વાત કરીએ લઘુતમ તાપમાનની તો નલિયામાં સૌથી ઓછું ૪.૩ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં ૬.૮, ડીસામાં ૭.૯, કેશોદમાં
૮.૩, કંડલા એરપોર્ટમાં ૯.૬, અમરેલીમાં ૯.૮, વલ્લભવિદ્યાનગરમાં ૯.૯, વલસાડમાં ૧૦.૦, વડોદરામાં ૧૦.૪, મહુવામાં ૧૦.૭, ભાવનગરમાં ૧૧.૦, રાજકોટમાં ૧૧.૧, અમદાવાદમાં ૧૧.ર અને સુરેન્દ્રનગરમાં લઘુતમ તાપમાન ૧૧.ર ડિગ્રી નોંધાયું હતું, આમ રાજ્યના મોટાભાગના સ્થળોએ પારો ૧૦ ડિગ્રીની નજીક રહેતા લોકો ઠંડીથી ધ્રૂજી ઊઠ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!