ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ સિવિલ હોસ્પિટલનાં હેડ ક્વાર્ટર ખાતે ડીવાયએસપી એમ.એમ. પરમારે વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ રસીકરણના અભિયાનના બીજા રાઉન્ડનો પ્રારંભ કરાવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ઉના, ગીરગઢડા અને તાલાળા ખાતે પોલીસ કર્મચારીઓને કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ આપી રક્ષિત કરવામાં આવ્યા છે. પ્રથમ દિવસે જીલ્લામાં જુદા જુદા સ્થળો ઉપરથી ૬૦૦ જેટલા કર્મચારીઓને વેક્સિન આપવાનું આયોજન કરાયું છે. ગીર સોમનાથ જીલ્લામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત ૧,૧૦૦ કર્મચારીઓ, ટ્રાફિક બ્રિગેડના- ૭૦, એસઆરપી-૮૭, હોમગાર્ડ-૩૭૧, આઈબી-૧૨ અને જીઆરડી-૮૫૭ જેટલા ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ પોલીસ કર્મચારીઓને વેક્સિનના ડોઝ આપવામાં આવશે. મહિલા અને પુરૂષ પોલીસ કર્મચારીઓને આગામી ત્રણ દિવસ સુધી વેક્સિનના ડોઝ આપવામાં આવશે. તમામ વેક્સિન લેનાર કર્મચારીઓને ૩૦ મીનીટ સુધી નિરિક્ષણ રૂમમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. જ્યાં કોઈને પણ આડ અસર થઈ ન હતી. કોવિશિલ્ડ વેક્સિન સંપુર્ણ સુરક્ષિત છે. આ અભિયાનમાં વેક્સિનેટર લવલીબેન ચૌધરી, કિંજલબેન ઝાપોદરા, ડો. શીતલબેન રામ, સુપરવાઈઝર એ.કે.ઠાકર સહિતના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ તેમની ફરજ બજાવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews