જૂનાગઢ જિલ્લામાં ૩૧ જાન્યુઆરી રવિવારના રોજથી કોરોના ફ્રન્ટ વોરીયર્સને કોરોના રસીના ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘી, ડીડીઓ પ્રવિણ ચૌધરી, રેન્જ આઇજીપી મનિન્દરસિંહ પવાર અને જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. ગુજરાત રાજ્યમાં કોરોના વેક્સીનની શરૂઆત કરવામાં આવી છે. તેમાં બીજા તબક્કામાં જૂનાગઢ જિલ્લામાં અધિકારીઓ સહિત મહાનગરપાલિકાના સફાઇ કર્મચારીઓએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લઇ આ રસી સુરક્ષીત હોવાનો સંદેશો પાઠવ્યો છે. તા.૩૧ જાન્યુઆરીને સવારે ૮ઃ૩૦ કલાકે જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરીએ કોરોના વેક્સીન લીધી હતી. તે ઉપરાંત જયશ્રી રોડ ઉપર આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જૂનાગઢ રેન્જના આઇજીપી મનીન્દર સિંહ પવાર, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટી ઉપરાંત પોલીસ જવાનોએ કોરોના વેક્સીનો પ્રથમ ડોઝ લીધો હતો. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઇ કામદારો અને કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયતના કર્મચારીઓને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લેનાર જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે, ફ્રન્ટ લાઇન કોરોના વોરીયર્સ તરીકે કામ કરતા પોલીસ જવાનો, સફાઇ કામદારો, કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયતના સ્ટાફને આજે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવશે અને કોરોના રસી વિષે લોકોને ખોટી અફવાથી દૂર રહેવા જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews