જૂનાગઢ શહેરમાં ૩૧ જાન્યુઆરીનો ગઈકાલનો દિવસ ઠંડીનો આક્રમક દિવસ હતો. તાપમાનનો પારો નીચે ઉતરી જતાં ૬.૭ ડીગ્રી તાપમાન રહયું હતું. જયારે ગિરનાર પર્વતીય વિસ્તારોમાં પણ ૧.૭ ડીગ્રી હાજા ગગડાવતી ઠંડી પડી હતી. ડીસેમ્બર માસથી જ ઠંડી સતત વધી રહી હતી. અને જાન્યુઆરીમાં શરૂઆતમાં જ ઠંડીની વધઘટ વચ્ચે જૂનાગઢ અને સોરઠ પંથકનું જનજીવન પ્રભાવિત બન્યું છે. બરફ જેવું ઠંડુ વાતાવરણ, ભેજ અને સુસવાટા મારતા પવનને કારણે વાતાવરણમાં અસહય ઠંડીનો અનુભવ લોકો કરી રહયા છે. આજે હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર જૂનાગઢનું મહત્તમ તાપમાન ૧૩.ર મીનીમમ ૮.૬ ડીગ્રી, ભેજ ૭૧ ટકા અને પવનની ગતિ ૩.૩ રહી છે. ગિરનાર ઉપર આજે ૩.૬ ડીગ્રી તાપમાન રહયું છે. આમ પવનનું જાેર ઘટતાં ઠંડીમાં ઘટાડો થયો છે. અને લોકોને રાહત પહોંચી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews