વેરાવળ-કોડીનાર નેશનલ હાઇવેનું કામ કરતી કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરને તારા વાહનો લઇ નિકળી જાજે બાકી તારા વાહનોને ભાંગી નાંખી તારા ઉપર ડમ્પર ચડાવી દઇ મારી નાંખવાની ધમકી આપી

0

સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવેનું કામ કરી રહેલ કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરનો કાંઠલો પકડી કારમાંથી બહાર ખેંચી બે શખ્સોએ તારા વાહનો સાધનો લઇ નિકળી જાજે બાકી તારા વાહનોને ભાંગી નાંખી તારા ઉપર ડમ્પર ચડાવી દેવાની ધમકી આપી સાથે રહેલ લાઇઝનીંગ ઓફીસરને પાવડાનો હાથો મારી દઇ ઇજા પહોંચાડેલ હતી. આ અંગે કોન્ટ્રાકટર કંપનીના ડાયરેકટરે ગીર સોમનાથ જીલ્લા કલેકટરને રજુઆત કર્યા બાદ સુત્રાપાડાના અમરાપુર અને સુંદરપરાના બંન્ને શખ્સો સામે પ્રભાસપાટણ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. આ ઘટના રાજકીય નેતાઓની પેટા કોન્ટ્રાકટ લેવાની આંતરીક લડાઇનો ભાગ હોવાની લોકોમાં ચર્ચા થઇ રહી છે.
આ અંગે પ્રભાસપાટણ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બે દિવસ પૂર્વે વેરાવળ-કોડીનાર નેશનલ હાઇવેનું કામ કરતી અગ્રોહ ઇન્ફ્રાસ્કટચર પ્રા.લી.કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર સુનીલ બીહારીલાલ પાટીદાર, કંપનીના લાઇઝનીંગ ઓફીસર ગોપાલ રામભાઇ ડોડીયા સુત્રાપાડાના નાયબ મામલતદાર જાડેજા સાથે ત્રણેય કારમાં નેશનલ હાઇવેના કામ બાબતે ખેડુતોની મુલાકાતે ગોરખમઢી ગામ જઇ રહેલ હતા. તે સમયે રસ્તામાં આજાેઠા ગામ પાસે કમલેશ ચીનાભાઇ રામ રહે.અમરાપુર તથા ડાયા માંડાભાઇ સોલંકી રહે. સુંદરપરાવાળાએ કારની આડે પોતાનું મોટર સાયકલ ઉભુ રાખી કાર રોકાવી હતી. ત્યારબાદ કમલેશે કારનો દરવાજાે ખોલી ડાયરેકટર સુનીલભાઇનો કાંઠલો પકડી બહાર કાઢી બીભત્સ શબ્દો ભાંડી તારા વાહનો સાધનો લઇ નીકળી જજે બાકી તારા વાહનોને ભાંગી નાંખીશ અને તારા ઉપર ડમ્પર ચડાવી દઇશ તેમ કહી મારી નાખવાની ધમકી આપી રહેલ હતો. ત્યારે સાથે રહેલ ગોપાલભાઇ ડોડીયા વચ્ચે પડતા તેને ડાયા સોલંકીએ પાવડાનો હાથો પગમાં મારી દઇ ઇજા પહોંચાડી હતી. આ સમયે કારમાં સાથે રહેલ નાયબ મામલતદાર જાડેજાએ બંન્ને શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવતા બંન્ને નાસી છુટયા હતા. આ ઘટના અંગે ડાયરેકટર સુનીલભાઇએ નેશનલ હાઇવેના અઘિકારી પાઠક તથા ગીર સોમનાથ જીલ્લા કલેકટરને જાણ કરી હતી. ત્યારબાદ ડાયરેકટર સુનીલભાઇ પાટીદારે કમલેશ ચીના રામ રહે.અમરાપુર, ડાયા માંડા સોલંકી રહે.સુંદરપરાવાળા સામે ફરીયાદ આપતા પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંઘી વઘુ તપાસ હાથ ઘરી છે.
અત્રે નોંધનીય છે કે, સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવેનું કામ ગોકળગતીએ ચાલી રહયુ છે. હાઇવેનું કામ ધીમુ થવા પાછળ રાજકીય ઓથ હેઠળ હાઇવેના પેટા કોન્ટ્રાકટ પોતાના ટેકેદારોને અપાવવાની રાજકીય લોકોની લડાઇ ચાલી રહી છે. હાઇવેના કરોડોના પેટા કોન્ટ્રાકટ મેળવવા અમુક લોકો લુખ્ખાગીરીની હદ વટાવી ચુકયા હોવાના કારણે ગતિશીલ સુરક્ષીત ગુજરાતની છબી બિહાર જેવી બની રહી હોવાનું જાણકારોમાં ચર્ચાય રહેલ છે. ત્યારે સ્થાનીક તંત્રે રાજકીય દબાણના કોરણે મુકી કડક કાર્યવાહી કરવી જાેઇએ તેવું લોકોમાં ચર્ચાય રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!