અન્નપૂર્ણા અને અંત્યોદય કાર્ડ ધારકોને સહિત રેશનકાર્ડ ધારકો દર મહિને બાયમેટ્રિક પદ્ધતિને બદલે મોબાઇલ ઓટીપી અને આઈઆરઆઈએસ ઓથેન્ટિકેશનની મદદથી રાશન મેળવશે. એક અહેવાલ મુજબ, રેશનકાર્ડ સંબંધિત આ નિયમ દેશના તેલંગાણા રાજ્યમાં ૧ ફેબ્રુઆરી ૨૦૨૧ થી લાગું થશે. આ પગલું કોરોના રોગચાળાને કારણે ફેલાયેલા ચેપથી બચાવને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. કોવિડ ૧૯ રોગચાળાને કારણે બાયોમેટ્રિક પ્રમાણીકરણ બંધ કરવામાં આવ્યું છે. નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બધા કાર્ડ ધારકોને તેમના આધારકાર્ડને મોબાઇલ નંબર સાથે રેશનિંગ માટે લિંક કરવાનું રહેશે, જેથી ઓટીપી તેને મોકલી શકાય. આ ર્નિણય હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલા હુકમના માર્ગદર્શિકા અનુસાર લેવામાં આવ્યો છે. દાખલ કરેલી અરજીની સુનાવણી બાદ કોર્ટે આ ર્નિણય લીધો હતો. આ અરજીમાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનને કારણે કોરોના ચેપ ફેલાવાની સંભાવના છે. હૈદરાબાદ અને તત્કાલીન રંગારેડ્ડી જિલ્લામાં આઇરિસ ઓથેન્ટિકેશન સુવિધાના અભાવને કારણે આ સ્થળોએ રેશન સામગ્રી મોબાઇલ ઓટીપી દ્વારા આપવામાં આવશે. હૈદરાબાદના ચીફ રેશનિંગ ઓફિસર બી બાલા માયા દેવીએ જણાવ્યું હતું કે, ૦૧ ફેબ્રુઆરીએ હૈદરાબાદની તમામ ૬૭૦ ફેર દુકાનમાં રાશનિંગ સામગ્રીનું વિતરણ ફક્ત મોબાઇલ ઓટીપી ઓથેન્ટિકેશન દ્વારા કરવામાં આવશે. આ જિલ્લાના લોકોને આધારકાર્ડ સાથે સંકળાયેલા મોબાઇલ નંબર ઉપર ઓટીપી મોકલવામાં આવશે. માયા દેવીએ તમામ કાર્ડ ધારકોને સામગ્રી મેળવવા માટે તેમના આધાર કાર્ડને મોબાઇલ નંબર સાથે લિંક કરવા સૂચન કર્યું છે. તેલંગાણા રાજ્યમાં ૮૭,૪૪,૨૫૧ રેશનકાર્ડ ધારકો છે. હૈદરાબાદ જિલ્લામાં કાર્ડ ધારકોની સંખ્યા ૫,૮૦,૬૮૦ છે, જ્યારે રંગરેડ્ડીમાં આ સંખ્યા ૫,૨૪,૬૫૬ છે. મેડચલ મલકજગિરીમાં ૪,૯૪,૮૮૧, વિકરાબાદમાં ૨,૩૪,૯૪૦ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews