જૂનાગઢમાં આજે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયનું કરાશે સન્માન

0

જૂનાગઢમાં આજે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયનું સન્માન કરાશે. જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કે.ડી. પંડયાએ જણાવ્યું હતું કે, આજે સાંજે ૭ કલાકે મનોરંજન સર્કીટ હાઉસ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયનું સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સન્માન કરાશે. ગત તા.ર૮ ઓગસ્ટ, ર૦ર૦ના રોજ જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે આર.એસ.ઉપાધ્યાયે ચાર્જ સંભાળ્યો હતો. સાડા ચાર મહિનાના ટૂંકાગાળામાં જૂનાગઢ જિલ્લાને રાજયકક્ષાએ અગ્રીમ હરોળમાં લાવી શિક્ષણ ક્ષેત્રે પ્રગતી સાધી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પ્રમાણિક અને નિષ્ઠાવાન અધિકારીની છાપ ધરાવતા અસલ ભુદેવ એવા શિવના ઉપાસક આર.એસ.ઉપાધ્યાયએ કોરોનાકાળમાં પણ વિદ્યાર્થીઓને શિક્ષણ મળતું રહે તે માટે શાળાના આચાર્ય અને સંચાલકોને સતત સુચનાઓ આપી તેના રિવ્યુ લેવામાં આવતા હતા. ઉપરાંત શિક્ષણ જગતને લગતા વિવિધ પ્રશ્નોનો પણ તાત્કાલીક ઉકેલ લાવનાર અને રાજયના શિક્ષણ વિભાગ પ્રેરિત અને વહીવટી તંત્ર અને જૂનાગઢ જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા આર.એસ.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ રકતદાન કેમ્પમાં સૌપ્રથમ જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે ૬૦ અને ભેંસાણ-પપ, જૂનાગઢ ર૭પ, માણાવદર રપ૭, માંગરોળ ૩૦પ, વિસાવદર ર૮ર, માળીયાહાટીના ૩૧પ સહિત ૧પપ૬ બોટલ બ્લડ એકત્ર કરાયું હતું. મેંદરડા ખાતે તા. ૧ર જાન્યુઆરીના રોજ યોજાયેલ રકતદાન કેમ્પમાં ૪પ૭ બોટલ સહિત કુલ ર૦૧૩ બોટલ રકત એકત્ર કરી હોસ્પીટલમાં જરૂરીયાતમંદોને ઉપયોગી થવામાં આર.એસ.ઉપાધ્યાય નિમિત બન્યા છે. આર.એસ.ઉપાધ્યાયે સરકારી ફરજ ઉપરાંત સમાજ ઉપયોગી કાર્ય કરેલ હોય સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ છેલભાઈજાેષી, જૂનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કે.ડી.પંડયા, શહેર પ્રમુખ અને મનોરંજન સર્કીટહાઉસ, જૂનાગઢના મેનેજર પ્રફુલ્લભાઈજાેષી સહિત સમાજના આગેવાનો આજે આર.એસ.ઉપાધયાયનું સન્માન કરશે તેમ મહેશભાઈ જાેષીની યાદીમાં જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!