જૂનાગઢ મહાનગરપાલિકાની પેટાચૂંટણીની તૈયારી, પ્રથમ બે દિવસ કોઈપણ ફોર્મ ન ભરાયા

0

જૂનાગઢ મનપાની વોર્ડ નંબર ૬ અને ૧પની યોજાનાર પેટાચૂંટણી માટે ફોર્મ ભરવાનું શરૂ કરી દેવાયું છે. જાેકે, પ્રથમ બે દિવસ સુધીમાં એકપણ પાર્ટીના સભ્યોએ ઉમેદવારી ફોર્મ રજુ કર્યા નથી. આ અંગે મળતી વિગત મુજબ વોર્ડ નંબર ૬ ના કોર્પોરેટર હાસાનંદભાઈ નંદવાણી અને વોર્ડ નંબર ૧પ ના કોર્પોરટર ડાયાભાઈ કટારાનું અવસાન થતા પેટા ચૂંટણી યોજાનાર છે. દરમ્યાન જૂનાગઢ ચૂંટણી તંત્ર દ્વારા જીલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી માટેની તારીખ જાહેર કરવામાં આવી છે. આમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે તા.૧ થી લઈને ૬ ફેબ્રુઆરી સુધી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેેદવારોએ ઉમેદવારી પત્રક ભરવાના છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!