જૂનાગઢ જીલ્લામાં નાસતા ફરતા વધુ બે આરોપી ઝડપાયા

0

જૂનાગઢ જીલ્લાનાં અલગ- અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનાં આરોપીને પોલીસે ઝડપી લીધા હતા. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં ગુનામાં સંડોવાયેલો કાસમ તૈયબભાઈ સીડા ગામેતી રહે.જૂનાગઢવાળો કલોલ ખાતે તેના પિતાજી સાથે રહેતો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે તપાસ હાથ ધરી આ શખ્સને ઝડપી લઈ તેની વિરૂધ્ધ કાર્યવાહી કરી છે. આ ઉપરાંત જગદીશ ઉર્ફે જગો સાજણભાઈ કોડીયાતર પ્રોહીબીશનનાં ગુનામાં સંડોવાયેલો હોય અને નાસતો ફરતો હોય અને તેને પણ એલસીબી પોલીસે ઝડપી લઈ અને વધુ કાર્યવાહી માટે તાલુકા પોલીસ સ્ટેશનને હવાલે કરેલ
છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews