જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નં.૧પની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નાગજીભાઈ કટારા

0

જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નં.૬ અને વોર્ડ નં.૧પની પેટા ચૂંટણી યોજાનાર છે. ઉમેદવારી પત્રક ભરવાના ત્રીજા દિવસે પણ કોઈપણ પાર્ટીનાં  ં ઉમેદવારો મેદાનમાં આવ્યા ન હતાં. આ દરમ્યાન ૬ ફેબ્રુઆરી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં.૬ નાં કોર્પોરેટર હાસાનંદભાઈ નંદવાણી અને વોર્ડ નં.૧પનાં કોર્પોરેટર ડાયાભાઈ કટારાનું નિધન થતાં આ બે બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. દરમ્યાન આજે વોર્ડ નં.૧પની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નાગજીભાઈ ડાયાભાઈ કટારા આજે બપોરનાં ૧ર.૩૯ કલાકે વિજય મૂર્હુતમાં ખેતીનિયામકની કચેરી નિલમબાગ ખાતે પોતાનું ઉેમેદવારી પત્રક રજુ કરેલ છે. આ તકે ભારતીય જનતા પાર્ટીનાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતાં તેમ મહામંત્રી સંજય મણવરની યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!