બૂલેટ સ્પીડમાં ચલાવી અવાજ કરતા લોકોની સામે કેસ કરો

0

શહેરોમાં મોટો અવાજ કરતા બુલેટ બાઈક ફૂલ સ્પીડમાં ચલાવીને જાતજાતના અવાજ કરવાની કેટલાક યુવાનો દ્વારા થતી પ્રવૃત્તિ અટકાવવા અને કાર્યવાહી કરવા વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખ્યો છે.
ગાંધીનગરના જાગૃત નાગરિકો તરફથી મળેલી રજૂઆતોના પગલે ફળદુએ કાર્યવાહી માટે માગ કરી છે. ફળદુએ પત્રમાં જણાવ્યું કે, બુલેટના સાયલન્સરનો અવાજ એટલો ભંયકર હોય છે કે, નાના બાળકોના કાનમાં હંમેશા માટે બહેરાશ આવી શકે છે. વાહન વ્યવહાર મંત્રી ફળદુએ ગૃહ રાજ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું કે, ગાંધીનગર અને રાજ્યના અન્ય શહેર-જિલ્લાઓમાં આજકાલ બુલેટ લઈને નીકળતા લોકો પોતાની જાતિગત ઈમેજ ઉભી કરવા અને રાહદારીઓનું ધ્યાન પોતાના તરફ આકર્ષવા માટે પૂરપાટ ઝડપે નીકળે છે. તેમના બુલેટના અવાજ એટલો ભયાનક હોય કે, કેટલાય કિસ્સામાં વૃદ્ધો પણ આ અવાજથી ગભરાઈ જાય છે. તેમને વધુમાં જણાવ્યું કે, બુલેટના સાયલેન્સરના વિસ્ફોટક અવાજથી રોડ પર વાહન ચલાવતા વ્યક્તિનું ધ્યાન પણ વિચલિત થાય છે, જેના કારણે અકસ્માત થવાની શક્યતા છે. આવા અવાજને બંધ કરાવવા અને બુલેટ લઈને બેફામ રીતે નીકળતા વ્યક્તિઓ સામે ફોજદારી અને દંડનીય કાર્યવવાહી કરવા બાબતે ગાંધીનગરના જાગૃત નાગરિકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે. મંત્રી ફળદુએ વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ અને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનરને પણ આ બાબતે પગલા લેવા લેખિત જાણ કરી છે. જણાવી દઈએ કે, છેલ્લા કેટલા સમયથી બુલેટ સહિતના મોંઘા બાઈક બેફામ અને વિચિત્ર અવાજ સાથે ડ્રાઈવિંગ કરવાની ફરિયાદો સામે આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!