જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે ખળભળાટરૂપ બહાર આવેલી એક ઘટનામાં સિંહબાળને ફાંસલો નાંખી ફસાવવાનાં મામલાનો પર્દાફાસ થયો છે અને શિકારી ગેંગનાં ચાર જેટલા શખ્સોને ઝડપી લેવામાં આવેલ છે. અને આ બનાવની ઉંડાણપુર્વકની તપાસ શરૂ થઈ છે. આ દરમ્યાન મળતી વિગત અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છના તથા સૌરાષ્ટ્રભરનાં જંગલમાં રેઈડ એલર્ટ જારી કરી અને વન વિભાગનાં ૧૩ ડિવીઝનમાં સઘન કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગીર-સોમનાથ જીલ્લાનાં સુત્રાપાડા તાલુકાના ખાંભા વિસ્તારમાંથી સિંહબાળનાં શિકાર કરવાની ઘટના બહાર આવતાં વન વિભાગ દોડતું થયું છે અને પરપ્રાંતિય શિકારીની ટોળકીને જૂનાગઢ નજીકનાં વડાલ ગામની સીમમાંથી ઝડપી લેવામાં આવેલ છે અને ઉંડાણ પુર્વકની પુછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે. દરમ્યાન આ બનાવની ગંભીરતાને લઈ સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. વન વિભાગ દ્વારા ૧૩ ડિવીઝનમાં સઘન કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.
જંગલનાં રાજા વનવરાજ અને જેની આગવી ઓળખને લઈને પ્રવાસી જનતાને આકર્ષવા માટેનં સફારી પાર્ક કાર્યરત છે. દુરદુરથી લોકો વનરાજાે નિહાળી અને ખુશ થાય છે. વનરાજાેને પોતાનું રહેઠાણ અનુકુળતાવાળુ મળી રહે તે માટે પ્રયાસો જારી છે. અવાર-નવાર સિંહોનાં મૃત્યુનાં મામલા પણ સામે આવ્યાં છે. જેને લઈને વન્ય પ્રાણીઓમાં ચિંતાની લાગણી પ્રવર્તી રહી છે. આ દરમ્યાન ફાંસલા રાખી અને સિંહોનાં શિકાર કરવાની ઘટના અનેક વખત સામે આવી છે. ત્યારે વન વિભાગ દ્વારા ત્વરીત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૌરાષ્ટ્રભરમાં રેડ એલર્ટ જારી કરવામાં આવી છે અને વન વિભાગનાં ૧૩ ડિવીઝનમાં સઘન કોબીંગ હાથ ધરાઈ છે. ઝુંપડાઓ, પરપ્રાંતિયોના દંગાઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવી છે. રેલવે સ્ટેશન, દેશી દવાઓ વેંચતા લોકોને ત્યાં તપાસ તેમજ ગીર-પુર્વ- પશ્ચિમ, સાસણ, ગિરનાર, વેરાવળ વગેરે વિસ્તારોમાં કોમ્બીંગ હાથ ધરાયું છે. આ ઉપરાંત પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, દીવ, મોરબી, બોટાદ, રાજકોટ સહિતનાં વન ડિવીઝનનાં તંત્ર સાબદુ થયું છે. અને સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્રણ દિવસ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવેલ છે. તપાસનો ધમધમાટ ચાલી રહયો છે.
છેલ્લે મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં શિકારી ગેંગનાં વધુ ૧૦ સભ્યોને ઝડપી લેવામાં આવ્યા હોય અને તપાસની કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews