ગુંદાળા ચોકડી રાજકોટ ખાતે રહેતા ઝાલાભાઈ પનાભાઈ રાઠોડ (ઉવ.ર૭)-એ જીજે-૦૮-ટી-૮૭૯૯નાં ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે ગત તા.ર૭-૧-ર૦ર૧નાં કલાક ૧૦ થી કલાક ૧૦-૩૦ દરમ્યાન વડાલ રોડ ઉપર બનેલા બનાવમાં આરોપી ટ્રક નં.જીજે-૦૮-ટી-૮૭૯૯નાં ચાલકે પોતાના ટ્રક બેફીકરાઈથી ચલાવી અને ફરીયાદીનાં ભાઈ દિનેશભાઈને ગંભીર ઈજા પહોંચાડતાં તેનું મૃત્યુ નિપજયું છે. ત્યારે સાહેદ ડાયાભાઈને ગંભીર ઈજા પહોંચાડી બેભાન બનાવી દઈ આરોપી ટ્રક લઈને નાસી છુટેલ છે. આ બનાવ અંગે તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews