જૂનાગઢ શહેર અને જિલ્લાનાં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિવિધ ગુનામાં ફરાર આરોપીને ઝડપી લેવા ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ સુચના આપી હતી. દરમ્યાન જૂનાગઢ એલસીબીએ પ્રોહીબીશનના પાંચ ગુનામાં ૯ માસથી ફરાર વોન્ટેડ બુટલેગરને ઝડપી લીધો હતો. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન, કેશોદ, જામકંડોરણા, ગોંડલ અને ગિરગઢડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુનામાં લીસ્ટેડ બુટલેગર રવિ હમીરભાઈ ભારાઈને જૂનાગઢના આરટીઓ પુલ પાસે હોવાની બાતમીને આધારે એલસીબી ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ.ભાટી, પીએસઆઈ ડી.જી.બડવા અને સ્ટાફે ઝડપી લઈ તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ શહેરના દોલતપરામાં રહેતો આ શખ્સ ૯ માસથી ફરાર હતો અને તેની પાસેથી પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૬ માસમાં વિદેશી દારૂ સહિતનો રૂા. ર૭,૧૯,રર૦નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews