પૂજ્ય મોરારીબાપુએ રામપરા ખાતે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર નિર્માણ માટે આરંભેલી “માનસ-મંદિર” રામકથા તારીખ ૧૪ થી ૧૬ માર્ચ ૨૦૨૦ એમ ત્રણ દિવસ ગવાયા પછી, કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવેલી હતી. એ વખતે પૂજ્ય બાપુએ બાકીના છ દિવસની કથા અનુકૂળતાએ પૂર્ણ કરવા સંકલ્પ કરેલો. હવે જ્યારે કોરોના કાબુમાં આવ્યો છે અને વેક્સિન ઉપલબ્ધ બની ગઇ છે, ત્યારે પ્રશાસને નિર્ધારિત કરેલા નીતિ- નિયમોને આધિન રહીને તમામ પ્રકારની સાવધાની, સ્વચ્છતા, સેનીટાઈઝેશન અને સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે કથા પૂર્નઃ આરંભાશે. શ્રી વૃંદાવન ધામ, રામપરા અને શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ, રાજુલાના લાભાર્થે ગવાઇ રહેલી કૂલ કથાક્રમની ૮૪૩મી કથા છે. જેના ચોથા દિવસની કથાનો પ્રારંભ ૨૦ એપ્રિલે થશે અને ૨૫ એપ્રિલે કથાને વિરામ અપાશે. ૨૦/૪ થી ૨૫/૪ સુધી દરરોજ સવારના ૯-૩૦ થી ૧-૩૦ દરમ્યાન આસ્થા ટીવી તેમજ યુટ્યુબના માધ્યમથી સાંભળી શકાશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews