દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના વેરાડ ગામ ખાતેથી ગઈકાલે સવારે દુર્લભ મનાતા કુંજ પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા હતા. દસ જેટલા કુંજ પક્ષીઓના મૃતદેહ મામલે ફોરેસ્ટ વિભાગ તથા મેડિકલ સ્ટાફે દોડી જઈ અને તપાસ કરતા ફૂડ પોઈઝનીંગથી મૃત્યુ થયાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ફોરેસ્ટ તથા મેડીકલ અધિકારીઓ- કર્મચારીઓએ મૃત પક્ષીઓના હાલ પોસ્ટમોર્ટમ ન થઈ શકતા હોવાથી જરૂરી સેમ્પલ લઇ અને આ મૃતદેહને સળગાવી દેવામાં આવ્યા હતા. આમ, એક સાથે દસ જેટલા કુંજ પક્ષીઓના મૃતદેહ મળી આવતા વેરાડ ગામ તથા આસપાસ વિસ્તારમાં ભય સાથે ફફડાટની લાગણી પ્રસરી ગઈ હતી. આટલું જ નહીં, હાલમાં ફેલાયેલા બર્ડ ફ્લુ અંગેના ભયની વાતે પણ લોકોમાં દોડધામ સાથે ચર્ચા પ્રસરાવી દીધી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews