સુત્રાપાડા પંથકમાં અનિયમિત અને ટુંકી એસટી સેવાના કારણે વિદ્યાર્થીઓ-લોકો પરેશાન

0

ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકામાં વેરાવળ-કોડીનાર વચ્ચે દોડતી એસટી બસો ઉપરના રૂટથી મુસાફરો ભરેલી આવતી હોવાથી સુત્રાપાડા પંથકના લોકો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને સુત્રાપાડા તાલુકામાંથી વેરાવળ અભ્યાસ તેમજ નોકરી અર્થે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને લોકો પાસે માસીક પાસ હોવા છતાં ફરજીયાત રીક્ષામાં મુસાફરી કરવી પડે છે. જેથી બેવડો માર સહન કરવો પડી રહયો છે. આ સમસ્યા બાબતે એસટી તંત્રને અનેકવાર રજુઆતો કરવા છતાં કોઇ નિવેડો આવતો ન હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ પ્રર્વતેલ છે. કોરોનાકાળના ૧૦ મહિના બાદ સ્કૂલ-કોલેજાે ધીમે ધીમે ચાલુ થઇ રહેલ છે. ત્યારે જ અભ્યાસ અર્થે અપડાઉન કરતા વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. સરકારની ગાઈડલાઈન મુજબ ૩૫-૪૦ મુસાફરો બેસાડવાનો નિયમ હોય જેથી બધા મુસાફરો બસમાં ચડી શકતા નથી. સરકાર ૧૦૦૦ નવી બસ મુકવાની જાહેરાતો કરે છે પણ જે બસો ચાલુ કરાઇ છે એ પણ સમયસર આવતી નથી ત્યારે સરકાર માત્ર વાતો જ કરતી હોઈ એવું સુત્રાપાડા પંથકમાં પુરવાર થઇ રહયુ છે.
કારણ કે, સુત્રાપાડા તાલુકાના વિદ્યાર્થીઓને કોરોના મહામારી પહેલા જે સમસ્યા હતી એ ફરી ભોગવવી પડી રહેલ છે. જેમાં એસટી વિભાગની વેરાવળ-કોડીનાર વાયા સુત્રાપાડા થઈને કોરોના પહેલા દરરોજ ત્રણ બસો દોડતી હતી. જે હાલ અનલોકમાં ફકત એક બસ જ દોડી રહી છે. જે બસ પણ કલાકોની રાહ જાેયા પછી ઉપરના રૂટથી ભરેલી આવતી હોવાથી તમામ વિદ્યાર્થીઓ ચડી શકતા ન હોવાથી હાલાકી ભોગવી રહયા છે. વેરાવળ-કોડીનાર વાયા સુત્રાપાડા રૂટ ઉપર ચાલતી બસ વેરાવળ થી અને કોડીનારથી જ ફુલ થઈને સુત્રાપાડા પહોંચે છે. જેના કારણે સુત્રાપાડા પંથકના કણજાેતર, સિંગસર, લોઢવા, પ્રશ્નાવડા, વડોદરાઝાલા, સુત્રાપાડા, કદવાર, લાટી ગામના અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને લોકો સમયસર પહોંચી શકતા નથી. ઉલ્ટાનું અનિયમિત અને ઓછી બસ સેવાના કારણે રીક્ષા, મેજીક જેવા ખાનગી વાહનોમાં નાછુટકે મુસાફરી કરવી પડે છે. જેના કારણે પૈસા અને સમયનો વ્યય થઇ રહયો છે. આ અંગે એસટી ડેપોના જવાબદારોને વધુ બસો ફાળવવા અનેકવાર રજુઆતો કરેલ હોવા છતાં તંત્ર ધ્યાન આપતું નથી. ત્યારે ઉચ્ચકક્ષાએથી વિદ્યાર્થીઓની માંગણી ઉપર ઘ્યાન આપી વધુ બસો દોડાવવા આદેશ કરે તે જરૂરી હોવાનું અંતમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!