ગુજરાતમાં કોરોના સંકટકાળમાં લાંબા સમયથી બંધ શાળા-કોલેજાે તબક્કાવાર શરૂ કરતી રાજ્ય સરકાર

0

ગુજરાતમાં કોરોના મહામારીને લઈ લાંબા સમય સુધી રાજ્યભરમાં બંધ રહેલશાળા-કોલેજાે હવે તબક્કાવાર શરૂ કરવામાં આવી રહી છે. અગાઉ ધો.૧૦-૧૨ તથા કોલેજના ડિગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએટના ફાઈનલ વર્ષ તેમજ તે પછી ધોરણ ૯-૧૧ના વર્ગો શરૂ કરવામાં આવ્યા બાદ હવે સરકારે રાજ્ય કોલેજોમાં પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં તા.૮ ફેબ્રુઆરીથી રાજ્યભરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની કોરોના ગાઈડલાઈનના કડક અમલ સાથે કોલેજાે શરૂ થનાર છે. આ સાથે હોસ્ટેલ શરૂ કરવા પણ ર્જીંઁ જાહેર કરાઈ છે. રાજ્યસરકારના શિક્ષણ વિભાગે આગામી સોમવાર તા.૮ ફેબ્રુઆરી-ર૦ર૧થી રાજ્યની કોલેજાેમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પુનઃશરૂ કરવાની જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે બહાર ૫ાડવામાં આવેલા ઠરાવમાં જણાવાયું છે કે પ્રથમ વર્ષના શૈક્ષણિક અભ્યાસક્રમ માટેના વર્ગ ખંડો શરૂ કરવામાં આવે ત્યારે બે વિદ્યાર્થીઓ વચ્ચે સેઇફ સોશિયલ ડિસ્ટન્સનું ૫ાલન તેમજ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગ-ઝેગ, સ્ટેગર્ડમેનરમાં ગોઠવવાની રહેશે. શિક્ષણ અગ્રસચિવ અંજુ શર્માએ આ ર્નિણયની વધુ વિગતો આ૫ી હતી. તેમણે કહ્યુંકે રાજ્યમાં કોરોના સંક્રમણની તીવ્રતા દિવસે દિવસે ઘટતી જાય છે.
ત્યારે વિદ્યાર્થીઓના લાંબાગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે અગાઉ તા.૧૧ જાન્યુઆરી-ર૦ર૧થી પ્રથમ તબક્કે તમામ પોસ્ટ ગ્રેજ્યુએટ, પી.એચ.ડી, એમ.ફિલ અભ્યાસક્રમો તેમજ મેડીકલ, પેરામેડિકલના અને અન્ય સ્નાતક અભ્યાસક્રમોના ફાઈનલ યર-અંતિમ વર્ષના તમામ વિદ્યાર્થીઓ માટે વર્ગ ખંડો ભૌતિક રીતે શરૂ કરાવેલા છે. હવે શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની સંયુકત બેઠકમાં વિશદ ચર્ચા-પરામર્શ બાદ રાજ્ય સરકારે તા.૮ ફેબ્રુઆરી-ર૦ર૧ સોમવારથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પણ વર્ગખંડ- ભૌતિક શિક્ષણ આપવા કોલેજાે શરૂ કરવાનો ર્નિણય કર્યો છે. શિક્ષણ અગ્ર સચિવે એમ પણ કહ્યું કે ફાઈનલ યર અંતિમ વર્ષ અને ફર્સ્ટ યર-પ્રથમ વર્ષના વર્ગ પૂનઃ શરૂ કર્યાની સ્થિતિ અને અન્ય જરૂરી ચર્ચા-વિચારણા સમીક્ષા પછી દ્વિતીય વર્ષના વર્ગખંડો શરૂ કરવા પણ રાજ્ય સરકાર યોગ્ય સમયે ર્નિણય કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર સંચાલિત તમામ સમરસ હોસ્ટેલ જે અગાઉ કોવિડ-૧૯ ડેઝીગ્નેટ સેન્ટર તરીકે કાર્યરત કરવામાં આવી હતી તેવી હોસ્ટેલને પણ કોરોના સંક્રમણ ઘટતાં હવે, વિદ્યાર્થીઓના આવાસ-નિવાસ માટે પુનઃ શરૂ કરવા પણ શિક્ષણ વિભાગે ર્જીંઁ નિર્ધારીત કરી છે. તે અનુસાર આવી સમરસ હોસ્ટેલ પુનઃ શરૂ કરતાં પહેલાં તકેદારીના પગલાં રૂપે હાથની સ્વચ્છતા, સામાજિક અંતરઅને અન્ય આવશ્યક પગલાંઓ સુનિશ્ચિત કરવાના રહેશે. આ ર્જીંઁમાં જણાવ્યા અનુસાર, હોસ્ટેલમાં એક રૂમમાં બેથી વધુ વિદ્યાર્થીઓને સાથે રહેવા મંજૂરી નહીં અ૫ાય એટલું જ નહીં કોવિડ-૧૯ના લક્ષણો ધરાવતા વિદ્યાર્થીને કોઇ ૫ણ સંજાેગોમાં હોસ્ટેલમાં પ્રવેશ કે રહેવાની મંજૂરી આ૫વામાં આવશે નહી. કોલેજાેના પ્રથમ વર્ષના શૈક્ષણિક કાર્ય માટેવર્ગખંડો શરૂ કરવા સાથે હોસ્ટેલ્સનો ૫ણ આવાસ-નિવાસ હેતુથી ૫ુનઃઉ૫યોગ કરવા કુલ ૩૧ મુદ્દા સાથેની ર્જીંઁ શિક્ષણ વિભાગે જારી કરી છે તેનું ૫ાલન અવશ્ય ૫ણે કરવા શિક્ષણ અગ્ર સચિવે અનુરોધ કર્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!