ગિરનાર નેચર સફારી પાર્કમાં પ્રવાસીઓએ સિંહનાં કર્યા દર્શન

0

ગિરનાર નેચર સફારી શરૂ થતાની સાથે જ મોટી સંખ્યામાં જંગલપ્રેમીઓ અને સિંહપ્રેમીઓ આ સફારીની મજા માણવા આવી રહ્યા છે અને નસીબદાર હોય તેને સફારીમાં સિંહના દર્શન પણ થઈ જાય છે. આજે વહેલી સવારે પ્રવાસીઓને સિંહ દર્શનનો લહાવો મળ્યો હતો. ગિરનાર નેચર સફારીના એન્ટ્રી પોઈન્ટ ઇન્દ્રેશ્વરથી આગળ જતાં જ બે ડાલામથ્થાઓ નેચર સફારીના રૂટના રોડ ઉપર મોર્નિંગ વોક કરવા નીકળ્યા હોય તેવા દ્રશ્યો જાેવા મળતાં પ્રવાસીઓમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. જ્યારે હવે જૂનાગઢના આંગણે સિંહ દર્શન શરૂ થયા છે ત્યારે લોકો સાસણ જવાને બદલે ગિરનાર નેચર સફારીમાં જઈ અને સિંહ દર્શનનો લહાવો મેળવી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!