જૂનાગઢ પાસે નદી નજીક મજેવડીના યુવાનનો આપઘાત ઝેરી દવા ગટગટાવીને મોતની સોડ તાણી

0

જૂનાગઢ પાસે નદી નજીક મજેવડીના યુવાને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. જૂનાગઢ તાલુકાના મજેવડી ગામે રહેતા હિતેશભાઈ પરસોતમભાઈ પાદરીયા (ઉ.વ.૩૩) નામના યુવાને ગામ નજીકની ઉબેણ નદીના કાંઠે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગેની જાણ થતા તાલુકા પોલીસે દોડી જઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. યુવકના આપઘાતનું કારણ બહાર આવ્યુ નથી. વિશેષ તપાસ પીએસઆઈ એસ.એમ. સગારકા ચલાવી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!