ઉના-ભાવનગર રોડ તથા ઓલવાણ રોડ ઉપર અકસ્માતોના અલગ અલગ ર બનાવોમાં ટ્રક પલ્ટી મારી જતાં ટ્રક ચાલક ગીગાભાઇ રૂખડભાઇ ચૌહાણ (ઉ.૬પ) રે. ભાટીકડા (મહુવા) વાળાનું મોત નિપજયું હતું. બીજા અકસ્માતમાં ડબલ સવાર બાઇક સ્લીપ થઇ જતા પાછળ બેઠેલા યુવાન મુળ યુ.પી.ના નવીનકુમાર સીપાઇલાલને માથામાં ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. ઉના-ભાવનગર નેશનલ હાઇવે રોડ ઉપર ઉનાથી ૭ કિ.મી. દુર મુરલીધર હોટલ સામે સાતમેર તરફથી ટ્રક નંબર જીજે-૧૧-ટી-૪૬પ૭ માં પથ્થરો ભરી ઉના તરફ આવતો ટ્રક ચાલક ગીગાભાઇ રૂખડભાઇ ચૌહાણ (ઉ.૬પ) રે. ભાટીકડા તા. મહુવા જી. ભાવનગર વાળાએ ટ્રકનાં સ્ટેરીંગ ઉપરથી કાળુ ગુમાવતા પલ્ટી ખાઇ જતાં જીવ બચાવવા ટ્રકમાંથી ગીગાભાઇ કુદકો મારતા રોડ ઉપર પડતા તે ટ્રકનાં પાછલા વ્હીલના જાેટામાં આવી જતાં પગ તથા માથામાં ગંભીર ઇજા થતા ઘટના સ્થળે મોત થયું હતું. આ અંગે ઉના પોલીસમાં મરણ જનારનાં દિકરા વિજયભાઇ ગીગાભાઇ ચૌહાણએ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી મૃતકનું પોસ્ટ મોર્ટમ કરાવી પુત્રને લાશ સોંપી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews