મહિન્દ્રાએ ક્રિશ-ઈ ચેમ્પિયન પુરસ્કારોની શરૂઆત કરી

0

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું ફાર્મ ઈકિવપમેન્ટ સેકટર ભારતનું અગ્રણી ટ્રેકટર ઉત્પાદક છે અને ૧૯.૪ અબજ ડોલરનાં મહિન્દ્રા ગ્રુપની કંપની છે. આ સેકટરે ૩૦ જાન્યુઆરી, ર૦ર૧નાં રોજ પહેલા ક્રિશ-ઈ ચેમ્પિયન પુરસ્કારોનાં વિજેતાઓની જાહેરાત કરી હતી. આ પુરસ્કારો મહિન્દ્રા સમૃધ્ધિ ઈન્ડિયા એગ્રી પુરસ્કારોનાં જુસ્સાને આગળ વધારશે, જેની શરૂઆત વર્ષ ર૦૧૧માં થઈ હતી. ક્રિશ-ઈ ચેમ્પિયન પુરસ્કારોની પ્રથમ એડિશનમાં ૧૦ રાષ્ટ્રીય વિજેતાઓને ૪ કેટેગરીઓમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ખરીફ અને રવિ સિઝન સાથે જાેડાયેલી આ દર વર્ષે બે વાર યોજાતો ક્રિશ ઈ-પુરસ્કારો ખેડૂતો અને સંસ્થાઓને બિરદાવે છે, જેઓ સાધારણ કામગીરીથી આગળ વધીને પડકારો સ્વીકાર્ય પછી નવી રીતે વિચારીને કૃષિ ક્ષેત્રમાં સકરાત્મક પરિવર્તન લાવે છે. ક્રિશ ઈ-ચેમ્પિયન પુરસ્કારો દ્વારા મહિન્દ્રાનો ઉદ્દેશ લાખો ખેડૂતો અને કૃષિઉદ્યોગ સાહસિકોને દેશ માટે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા પ્રોત્સાહન આપવાનો છે. ક્રિશ-ઈ ચેમ્પિયન પુરસ્કારોનાં પ્રાદેશિક રાઉન્ડમાં ભારતમાં ર૯ ક્રિશ-ઈ સેન્ટર્સમાંથી ખેડૂતો સહભાગી થયા હતા. પછી પ્રાદેશિક પુરસ્કાર વિજેતાઓ રાષ્ટ્રીય પુરસ્કારો માટે આ કેટેગરીઓ માટે નોમિનેટ થયા હતા. જેમાં તકનીક ચેમ્પિયન, મહિલા કિસાન ચેમ્પિયન, યુવા કિસાન ચેમ્પિયન અને રેન્ટલ પાર્ટનર ચેમ્પિયન પુરસ્કારોનો સમાવેશ થાય છે તેમ પ્રેસિડેન્ટ હેમંત સિક્કા અને વાઈસ પ્રેસિડેન્ટ રમેશ રામચંદ્રએ જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

 

 

error: Content is protected !!