ગીર સોમનાથ જીલ્લાની ચાર નગરપાલીકાના ૧૨૮ બેઠકો અને એક બેઠકની પેટાચુંટણીમાં ૨.૨૫ લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી શકશે

0

ગુજરાત રાજયમાં સ્થાનીક સ્વરાજયની ચુંટણીનો ધમધમાટ ચાલી રહયો છે ત્યારે ચુંટણી પંચના આદેશથી ગીર સોમનાથ જીલ્લામાં ચાર નગરપાલીકાઓની તથા એક નગરપાલીકાના એક બેઠકની ચુંટણી યોજવા માટે ગીર સોમનાથ જીલ્લા ચુંટણી વિભાગ દ્વારા મતદાર નોંધણી, મતદાનના સ્થળોની પસંદગી કરી બુથો ઉભા કરવા સહિતની પ્રક્રીયાઓ પુર્ણ કરી દેવામાં આવી છે. જીલ્લાની ચાર નગરપાલીકાના ૩૨ વોર્ડોની ૧૨૮ તથા કોડીનાર નગરપાલીકાની એક બેઠકની પેટાચુંટણી યોજવા આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરી છે. જે મુજબ જીલ્લામાં યોજાનાર નગરપાલીકાની ચુંટણીઓમાં કુલ ૨,૨૫,૭૫૭ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
ગીર સોમનાથ જીલ્લામાં આવેલ ૪ નગરપાલિકાઓના ૩૨ વોર્ડની તથા એક બેઠકની પેટાચૂંટણી જાહેર થયેલ છે. જેમાં વેરાવળ પાટણ નગરપાલીકાના ૧૧ વોર્ડમાં ૧૩૦ મતદાન મથકો ઉપર ૭૧,૨૪૨ પુરૂષ અને ૬૮,૮૫૦ સ્ત્રી મળી કુલ ૧,૪૦,૦૯૩ મતદારો નોંધાયેલા છે. ઉના નગરપાલીકાના ૯ વોર્ડના ૪૫ મતદાન મથકો ઉપર ૨૩,૫૪૦ પુરૂષ અને ૨૨,૨૪૮ સ્ત્રી મળી કુલ ૪૫,૭૮૮ મતદારો નોંધાયેલા છે. તાલાળા નગરપાલીકાના ૬ વોર્ડના ૧૮ મતદાન મથકો ઉપર ૯,૨૪૩ પુરૂષ અને ૮૬૮૫ સ્ત્રીે મળી મળી કુલ ૧૭,૯૨૮ મતદારો નોંધાયેલા છે. સુત્રાપાડા નગરપાલીકાના ૬ વોર્ડના ૧૮ મતદાન મથકો ઉપર ૯,૦૪૫ પુરૂષ અને ૮,૮૫૬ સ્ત્રી મળી કુલ ૧૭,૯૦૧ મતદારો નોંધાયેલા છે. જયારે કોડીનાર નગરપાલીકાની એક વોર્ડની એક બેઠકની પેટાચૂંટણીમાં પાંચ મતદાન મથકો ઉપર ૨,૦૮૭ પુરૂષ અને ૧,૯૬૦ સ્ત્રી મળી કુલ ૪,૦૪૭ મતદારો નોંધાયેલા હોવાનું જીલ્લા ચૂંટણી અધિકારીએ જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!