ઉનામાં બેંક ઓફ બરોડામાં બેસવાની કોઈ સુવિધા નહી, ખાતેદારોમાં રોષ

0

ઉના શહેરની મધ્યમાં આવેલ દેના બેંક જે હાલ બેંક ઓફ બરોડામાં મર્જ થયેલ છે ત્યારે સૌથી જૂની અને લોકોની વિશ્વાસુ બેંક ગણાતી આ બેંકમાં જ્યાં ખેડૂતો, વિધવા મહિલાઓ અને સામાન્ય વ્યક્તિ ખાતાધારક હોય અને ત્યાં વધારે પૂરતા ગ્રાહક મોટી ઉંમરના હોય છે જે પેન્શન, એફ.ડી. વ્યાજ લેવા માટે વિધવાઓ સહાય માટે આવતા હોય પણ કોરોના કાળને ધ્યાને લઈ એકલ દોકલ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવે છે. ત્યારે લગભગ બહાર ખૂબ બહોળી સંખ્યામાં ખાતાધારક એકઠા થઇ જતાં હોય છે. અહિયા મોટી ઉંમરના ગ્રાહકો માટે બેસવાની કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી નથી. હાલ કદાચ અંદર એ.સી.માં બેસેલા મેનેજરને કદાચ આ ખ્યાલ ન પણ હોય જેથી સ્થાનિક જાગૃત લોકોએ રોષ વ્યકત કર્યો હતો અને ગામડેથી આવતા ખાતાધારકો માટે મંડપ અને બેસવાની વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews