ગોંડલ પંથકમાં કારે બાઇકને હડફેટે લેતા રાજકોટના યુવાનનું મોત

0

રાજકોટના આસ્થા ગ્રીન સોસાયટીમાં રહેતા અને ગોંડલ તાલુકાના કોલીથડ ગામે વાણંદની દુકાન ધરાવતા રાકેશ અનંતરાય મજેઠીયા (ઉંમર વર્ષ ૩૪) પોતાના બાઈક GJ03BR4042 ઉપર રાજકોટથી કોલીથડ જઈ રહ્યા હતા. ત્યારે વાડધરી ગામ પાસે માતેલા સાંઢની માફક દોડી આવી રહેલ ઇકો કાર GJ03EC4052ના ચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં રાકેશને ગંભીર ઈજા થતા પ્રથમ ગોંડલ ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં તેનું મોત નીપજતા પોલીસે ઇકો કાર ચાલક વિરૂધ્ધ આઇપીસી કલમ ૨૭૯ ૩૦૪ એમવીએકટ ૧૭૭ ૧૮૪ ૧૩૪ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં મોતને ભેટનાર રાકેશ કોલીથડ ગામે વાળંદની દુકાન ચલાવી ગુજરાન ચલાવતા હતા બે ભાઈઓના પરિવારમાં મોટા હતાં. સંતાનમાં વિશ્વા (ઉંમર વર્ષ ૬) પુત્રી છે, તેમજ તેના પિતા અનંતરાય મજેઠીયા વિરપુર પોલીસ સ્ટેશનમાં ગ્રામ રક્ષક દળમાં સેવા બજાવતા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ઘરના આધારસ્તંભ સમાન યુવાનનું અકાળે મોત નિપજતા પરિવાર દુઃખમાં ગરક થયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!