ગુજરાતમાં ૧૦ ફેબ્રુઆરીથી ઠંડીનું જાેર ઘટવાની શકયતા છે. હવામાન ખાતાના પૂર્વ અધિકારી અને વેધર એકસ્પર્ટ એન.ડી. ઉકાણીએ જણાવ્યું છે કે, ૯મી સુધી ઠંડીનો હળવો રાઉન્ડ જારી રહી શકે છે. આ રાઉન્ડ અંતિમ હોઇ શકે છે. ૧૦મી ફેબ્રુઆરીથી દિવસનું તાપમાન ૩૨ ડિગ્રી આજુબાજુ અને લઘુતમ તાપમાન ૧૮ ડિગ્રી આસપાસ રહેશે. એકાદ બે વખત ઝાકળની પણ શકયતા છે.
શિયાળાની ઋતુમાં ડીસેમ્બર અને જાન્યુઆરી મહીનો ઠંડોગાર રહયો છે અને સતત ફુંકાતા ઠંડા પવનોથી બેઠા ઠારનો પણ લોકોએ અનુભવ કર્યો છે ત્યારે હવે ઠંડીનું જાેર ઘટી શકે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews