રાજકોટ મનપાનાં વોર્ડ નં.૯નાં ભાજપનાં ઉમેદવાર દક્ષાબેન વસાણીને શુભેચ્છા પાઠવતા ખખ્ખર પરિવાર

0

રાજકોટ મનપાની આગામી યોજાનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર તરીકે વોર્ડ નં.૯ નાં ઉમેદવાર તરીકે દક્ષાબેન ભરતભાઈ વસાણીએ ઉમેદવારી પત્રક ભરતાં તેઓને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. રાજકોટનાં રઘુવંશી લોહાણા સમાજનાં અગ્રણી તેમજ લાખાજીરાજ રોડ ઉપર આવેલા રેશમ શો રૂમનાં અગ્રણી વેપારી જીજ્ઞેશભાઈ નવીનભાઈ ખખ્ખર તેમજ તેમના ધર્મપત્ની કિરણબેન જીજ્ઞેશભાઈ ખખ્ખર અને તેમના પરિવાર દ્વારા શુભેચ્છા વ્યકત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, દક્ષાબેન ભરતભાઈ વસાણીએ વોર્ડ પ્રમુખ તરીકે ભાજપનાં મહિલા પાંખનાં શહેર મહામંત્રી તરીકે પણ ખુબજ ઉમદા ફરજ બજાવી છે તેમજ ધાર્મીક સેવાકીય અને રચનાત્મક કાર્યો કરવાનો વારસો તેમના પિતા તરફથી મળેલ છે અને તેને તેઓએ જાળવી રાખેલ છે. કોરોનાની મહામારીના સમયમાં પણ તેઓએ રાત-દિવસ જાેયા વિના લોકોની સતત સેવા અને જરૂરીયાત મંદોની પડખે ઉભા રહયા છે. તેઓએ વોર્ડ નં.૯ માં ભાજપનાં ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્રક રજુ કરતા તેઓને અભિનંદન વર્ષા કરવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!