અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા ખાતેની નીચલી કોર્ટોમાં ૧ માર્ચથી ફિઝિકલ સુનાવણી શરૂ થશે

0

ગુજરાત રાજયમાં કોરોના કાળમાં છેક લોકડાઉનના સમયથી અનેક સેવાઓ બંધ હતી. જે અનલોકની સ્થિતિમાં ક્રમશ ઃ શરૂ થવા પામી હતી. જયારે નીચલી કોર્ટો છેક લોકડાઉનના સમયથી બંધ હતી. કોર્ટો ફિઝિકલી શરૂ કરવામાં નહીં આવે તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટે સરકયુલર બહાર પાડયો છે. જે મુજબ ૧ માર્ચથી રાજયની નીચલી કોર્ટ શરૂ થશે. ગુજરાત હાઈકોર્ટે તમામ કોર્ટ શરૂ કરવા એસઓપી જાહેર કરી છે.
ગુજરાતમાં અમદાવાદ સહિત ૪ મેટ્રો સિટીની નીચલી કોર્ટોમાં ૧ માર્ચથી ફિઝિકલ સુનાવણીનો પ્રારંભ થશે. ગુજરાત હાઈકોર્ટે વડોદરા, સુરત, રાજકોટ અને સુરતમાં માઈક્રો કન્ટેમનમેન્ટ વિસ્તાર બહાર આવેલી નીચલી કોર્ટમાં ૧લી માર્ચ ૨૦૨૧થી ફિઝિકલ સુનાવણી શરૂ કરવાનો નિર્દેશ કર્યો છે. જાે કે તેના માટે કોરોનાથી બચાવની તમામ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ૧લી માર્ચ ૨૦૨૧થી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન બહાર આવેલી સેશન્સ કોર્ટ સહિત નીચલી અદાલતોમાં રેગ્યુલર ફિઝિકલ સુનાવણી સવારના ૧૦ઃ૪૫ થી સાંજના ૬ઃ૧૦ વાગ્યે સુધી હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટમાં ફિઝિકલ સુનાવણી ક્યારે શરૂ થશે તેની કોઈ જાહેરાત હાલ કરવામાં આવી નથી. દરેક કોર્ટમાં કોવિડ-૧૯ અધિકારીની નિમણુંક કરવાનું અનિવાર્ય રહેશે. માસ્ક પહેર્યા વગર કોઈપણ વકીલ કે સ્ટાફના લોકોને કોર્ટમાં હાજરી આપવામાં આવશે નહિ. કોર્ટમાં પ્રવેશવાના માર્ગ ઉપર તમામને ફરજિયાત પ્રમાણે થર્મલ સ્ક્રીનિંગથી શરીરનું તાપમાન ચેક કરાવવાનું રહેશે. કોર્ટ રૂમ, બેઠકો, ડાયસ વગેરે, કેસ વિન્ડો તમામને સંપૂર્ણ સેનેટાઈઝ કરવાની રહેશે. તમામ જ્યુડિશિયલ અધિકારી, વકીલ અને સ્ટાફના લોકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવું ફરજીયાત રહેશે.
કોર્ટ પરિસરમાં આવેલા એટીએમને બંધ રાખવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટના પરિપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે પ્રિન્સિપાલ જજ, પીડબલ્યુડી અને માર્ગ – મકાન વિભાગને જ્યુડિશિયલ અધિકારી અને વકીલોને બેસવા વચ્ચે પ્લેક્સી ગ્લાસ લગાડવાનો આદેશ કર્યો છે. આજ રીતે કોર્ટના વહીવટી વિભાગમાં પણ પ્લેક્સી ગ્લાસ લગાડવામાં આવે જેથી સોશ્યલ ડિસ્ટન્સની જાળવણી થાય. અરજદારને જરૂર વગર કોર્ટ પરિસરમાં હાજર ન થવાનો હુકમ કરવામાં આવ્યો છે. કેન્ટીનમાં પણ ચા, કોફી અને પાણી બોટલની જ સુવિધા અપાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!