વેરાવળમાં નગરપાલીકા કચેરી નજીક રસ્તા ઉપર ગટરનું ગંદુ પાણી ઉભરાવવાની સમસ્યાથી વેપારીઓ ત્રસ્ત

0

વેરાવળમાં નગરપાલીકા કચેરી નજીક ગટર જામ થઇ જતી હોવાથી દુર્ગંધ મારતુ ગંદુ પાણી મુખ્ય રસ્તા ઉપર ફરી વળતુ હોવાથી દુકાનદારો-રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. જે સમસ્યાનો નિકાલ કરવા અંગે વેપારીઓએ ચીફ ઓફીસરને લેખીત રજુઆત પાઠવી માંગણી કરી છે.
વેરાવળમાં નગરપાલીકા કચેરી નજીક સીવીલ હોસ્પીટલની સામેના ભાગના વેપારીઓએ કરેલ રજુઆતમાં જણાવેલ કે, રાજેન્દ્ર ભુવન રોડ ઉપર મણીબેન કોટક સ્કુલની બાજુમાં ગટર આવેલ હોય જે આગળ નગરપાલીકા કચેરી સુધી જાય છે. આ ગટરમાં સ્કુલની પાછળના ગ્રાઉન્ડમાં પાણીનો નિકાલ થાય છે તે આ ગટરને મળે છે. આ ગટર ઉપર દબાણ થઇ ગયેલ હોવાથી ગટર કયારેય તળીયા ઝાટક સાફ થતી ન હોવાના કારણે વારંવાર ગટરનું ગંદુ પાણી ઉભરાયને રસ્તા ઉપર ફરી વળે છે. આ બાબતે અનેકવાર સફાઇ કરવા આવતા કર્મચારીઓને તથા અધિકારીઓને ફરીયાદો કરેલ હોવા છતાં કોઇ ધ્યાન આપતુ નથી. સ્થળ ઉપર આવતા સફાઇકર્મી બહાનાઓ બનાવી ગટર સાફ કરતા નથી. જેથી રસ્તા ઉપર લાંબા સમય સુધી ગટરનું દુર્ગંધ મારતુ ગંદુ પાણી ફરી વળેલ રહે છે. જેથી રસ્તા ઉપર નિકળતા રાહદારીઓને નિકળવામાં અને દુકાનદારોને દુકાનમાં બેસવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહેલ છે.
આ રસ્તા ઉપર ત્રણથી ચાર શાળા-કોલેજાે, જીલ્લાની સિવીલ હોસ્પીટલ આવી હોવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થી-લોકોને પસાર થાય છે જે તમામે મોઢે રૂમાલ રાખી દુર્ગંધ મારતા ગંદા ફરી વળેલા પાણી પાસેથી પસાર થવું પડી રહયુ છે. જેનાથી તમામ ઉપર ગંભીર આરોગ્યનો ખતરો મંડરાય રહયો છે.
વધુમાં આ ગટર ઉંડી છે પરંતુ નિયમિત સફાઇ ન થઇ હોવાથી તળીયામાં રેતી-કચરો જામ થઇ જતા આગળના ભાગથી ગટર ચોકઅપ થઇ ગયેલ છે. ગટરમાં પ્લાસ્ટીકનું વેસ્ટેજ મટીરીયલ્સ વધુ હોય જે પાણીને આગળ વધતા અટકાવે છે. જેથી ગટરને તળીયા ઝાટક સાફ કરાવી તેમાંથી ગંદા પાણીનો નિયમિત નિકાલ થતો રહે તેવી કામગીરી કરાવવા માંગણી હોવાનું અંતમાં જણાવેલ છે.
ગટરો ઉપરના દબાણો દુર કરવા ઝુંબેશ શરૂ કરવા લોકમાંગ
અત્રે નોંધનીય છે કે, જાેડીયા શહેરમાં અનેક સ્થળોએ ગટરો ઉપર કાચા-પાકા દબાણો ખડકાય ગયા હોવાથી ઠેર-ઠેર ગટરો ઉભરાવવાની સમસ્યા જાેવા મળે છે. આ સમસ્યા વિકરાળ બને તે પૂર્વે નગરપાલીકા તંત્રે સર્વે કરી જાેડીયા શહેરમાં જે સ્થળોએ ગટરો સફાઇ કરવામાં અવરોધરૂપ બનતા દબાણો દુર કરી ગટરો તળીયાઝાટક સાફ કરાવવા વ્યાપક ઝુંબેશ શરૂ કરવાની તાતી જરૂર હોવાની લોકમાંગ ઉઠી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!