ડિસેમ્બર માસ તેમજ જાન્યુઆરીનાં શરૂઆતનાં દિવસોથી ઠંડીનું આક્રમણ સતત રહયું છે તેવા જૂનાગઢ અને સોરઠ પંથકમાં અતિશય ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. ગઈકાલે સુસવાટા મારતો પવન પણ ફુંકાયો હતો. ઠંડીનાં ચડઉતરની પ્રક્રિયાને કારણે દિવસ દરમ્યાન ઠંડી તેમજ ગરમ વાતાવરણનો અહેસાસ પણ લોકો કરી રહયા છે. આજે જૂનાગઢનું તાપમાન જાેઈએ તો મહત્તમ ર૦.૦, લઘુત્તમ ૧૧.૦પ ડીગ્રી, ભેજ ૪૦ ટકા અને પવનની ગતિ ૪.૪ રહી છે. ત્યારે ગિરનાર પર્વત ઉપર ૬.૦પ ડિગ્રી તાપમાન રહયું છે.
આજે સવારથી ભારે પવન નીકળ્યો હતો જે બપોર સુધી ચાલુ રહેતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો હતો. રસ્તા ઉપર પવનને કારણે લોકોને વાહન ચલાવવામાં પણ તકલીફ પડતી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews