જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં જૂનાગઢ જિલ્લામાં યોજાનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી તેમજ જૂનાગઢ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં. ૬ તથા ૧૫ ની પેટાચૂંટણી માટે અત્યારથી જ તૈયારી આરંભી દેવા તથા કડક હાથે કામ લેવા સુચના અપાઈ છે જેને આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી ચૌધરી, પીએસઆઇ વી.કે. ઉંજીયા, પીએસઆઈ વી.જે.ચાવડા તથા સ્ટાફ દ્વારા દરરોજ સાંજના સમયે બીલખા રોડ આજુબાજુ સરદાર પટેલ ચોક, બીલખા રોડ, પંચેશ્વર સહિતના પોઇન્ટ ઉપર વાહન ચેકીંગ, ફૂટ પેટ્રોલિંગ, મોટર સાયકલ પેટ્રોલિંગ કરી, એરિયા ડોમીનેશન કરવાનું ચાલુ કરવામાં આવેલ છે. આ ચેકીંગમાં સ્થાનિક એ ડિવિઝન પોલીસ ઉપરાંત, બી ડિવિઝન, સી ડિવિઝનના અધિકારીઓ તથા સ્ટાફ તેમજ જિલ્લાના વિસાવદર, બીલખા, મેંદરડા, ભેસાણ પોલીસ સ્ટેશનોએ પણ આ ચેકીંગ દરમ્યાન કાર્યવાહીમાં રહયા હતા. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન પ્રજામાં સલામતીનો અહેસાસ થાય એ માટે ફૂટ પેટ્રોલિંગ દરમ્યાન પણ વાહન ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું. ઉપરાંત સરદાર પટેલ ચોક, બીલખા ગેઇટ, પંચેશ્વર વિસ્તારમાં સુપર કોપ બાઇક પેટ્રોલિંગ પણ ગોઠવવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન, ભેસાણ, બીલખા, મેંદરડા, વિસાવદર ખાતે સમગ્ર એરિયા ડોમીનેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવતો રોલકોલ પણ પ્રદીપ પોલીસ ચોકી ખાતે, બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે, જાેશીપુરા ચોકી ખાતે, સી ડિવિઝનનો રોલકોલ લિરબાઈપરા ખાતે, મેંદરડા પોલીસનો રોલકોલ હુસેની ચોક ખાતે રાખવામાં આવેલ હતો. સામાન્ય રીતે રોલકોલ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવતા હોય છે પરંતુ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી દરમ્યાન શરૂ કરવામાં આવેલ નવતર પ્રયોગ મુજબ જુદા જુદા વિસ્તારમાં પોલીસનો રોલકોલ લેવા પોલીસ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના થાણા અમલદારો દ્વારા જિલ્લા અનેે તાલુકા પંચાયતની ચૂંટણી સંબંધે પોલીસ સ્ટેશનના બદલે અલગ અલગ જગ્યાએ રોલકોલ રાખી, પ્રજાને સલામતીનો અહેસાસ કરાવવાના નવતર પ્રયોગને કારણે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પોલીસની કાર્યવાહીના કારણે તમામ જગ્યાઓએ પોલીસની હાજરી સૂચક જણાઈ આવેલ હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews