જૂનાગઢ શહેરમાં નવી સિવીલ હોસ્પિટલ પાસે આવેલી અને પ્રવાસન વિભાગ હસ્તકની હોટલ તોરણ બંધ કરવામાં આવતાં આશ્ચર્યુ ફેલાયું છે. સતત ત્રણ દાયકાથી કાર્યરત એવી આ હોટલને અચાનક બંધ કરી દેવામાં આવી છે.
જૂનાગઢ અને પોરબંદરમાં આવેલી ગુજરાત પ્રવાસન નિગમ હસ્તકની હોટલ તોરણ તા.૧ ફેબ્રુઆરીથી બંધ કરી દેવામાં આવી છે. જૂનાગઢ અને પોરબંદરની હોટલ તોરણનું ખાનગીકરણ થશે તેવી શકયતા સેવાઈ રહી છે. જૂનાગઢમાં રોપ-વે બાદ પ્રવાસનની સર્કીટ બની છે. સરકાર પ્રવાસીઓ માટે હોટલ વ્યવસાયને પ્રોત્સાહન આપવાની વાતો કરે છે અને બીજી તરફ પાછલા બારણેથી સરકારી હોટલોને તાળા મારી દેવામાં આવ્યાં છે. પોરબંદરમાં ૪ દાયકાથી વધુ વર્ષ પહેલા હોટલ તોરણ બનાવવામાં આવી હતી. ગુજરાત પ્રવાસન નિગમ હસ્તકની હોટલ તોરણ પોરબંદર શહેરમાં આગવું સ્થાન ધરાવે છે. અનેક પ્રવાસીઓ અહીં હોટલમાં ઉતરીને ચોપાટીનો નજારો માણતા હતા. આ હોટલ ગત તા.૧ ફેબ્રુઆરીથી બંધ કરી દેવામાં આવી છે. આજ રીતે જૂનાગઢમાં નવી સિવીલ હોસ્પિટલ પાસે તોરણ હોટલ ગિરનાર આવેલી છે. અને ૧૯૮પમાં બનાવવામાં આવી હતી. આ હોટલમાં ર૪ રૂમ છે. અને આ હોટલને પણ તાળા મારી દેવામાં આવ્યાં છે. આગામી દિવસોમાં તેનાં ખાનગીકરણ કરવાની ચર્ચા ચાલી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews